Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા બાળ રમતોત્‍સવ - પરિચય પસંદગી મેળો અને સમુહલગ્નનું આયોજન

રાજકોટ તા. ૩ : લોહાણા મહાજન પ્રેરીત લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા આગામી સમયમાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

તા. ૧૧-૧૨-૨૦૨૨ ના રવિવારે સ્‍વ. મીનાબેન કુંડલીયા અંગ્રેજી માધ્‍યમ કોલેજ કેમ્‍પસ, ચૌધરી હાઇસ્‍કુલ પાસે બાળ રમતોત્‍સવનું આયોજન કરાયુ છે. જેમાં અલગ અલગ ગ્રુપમાં ૬ થી ૧૫ વર્ષના બાળકો માટે મ્‍યુઝીકલ ચેર, દોડ, સ્‍લો સાયકલીંગ જેવી વિવિધ સ્‍પર્ધાઓ રાખવામાં આવી છે. ભાગ લેનારને સરપ્રાઇઝ ગીફટ અને વિજેતાઓને પારિતોષિક અપાશે. આ માટેને એન્‍ટ્રી તા. ૮ સુધી નોંધાશે.

જયારે તા. ૧ જાન્‍યુઆરી ૨૦૨૩ ના રવિવારે રઘુવંશી સમાજના ગ્રેજયુએટ-પોસ્‍ટ ગ્રેજયુએટ યુવક યુવતિઓ માટે પરિચય પસંદગી સમારોહ યોજેલ છે. આ માટેના ફોર્મ સંસ્‍થાના કાર્યાલય ખાતેથી મળી શકશે.

તા. ૩૦ એપ્રિલ ૨૦૨૩ ના રવિવારે સમુહલગ્ન અને સાથે રકતદાન સમારોહનું આયોજન કરાયુ છે. જોડાનાર યુવક યુવતિઓને રાજદેવ પરિવાર અને દાતાઓના સહયોગથી ૨૦૦ થી વધુ શુભેચ્‍છા ભેટ અપાશે.

ત્રણેય આયોજનોના ફોર્મ તથા વધુ માહીતી માટે લોહાણા યુવક પ્રગતિ મંડળના કાર્યાલય સાંગણવા ચોક, લોહાણા મહાજન બીલ્‍ડીંગ, કોટક શેરી ફોન ૦૨૮૧ ૨૨૩૪૭૧૪ ખાતે સાંજે ૭ થી ૯ દરમિયાન સંપર્ક કરવા જણાવાયુ છે. વેવિશાળની માહીતી માટે દર રવિવારે સવારે ૧૧ થી ૧ દરમિયાન બાયોડેટાની કોપી સાથે સંપર્ક કરી શકાશે.

(3:43 pm IST)