Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજકોટમાં 150 રિંગ રોડ પર શિવ સાગર એપાર્ટમેન્ટમાં 51 વર્ષના પરેશભાઈ જોશીનો દાઢી નીચે 12 બોરનો જોટો રાખી ભડાકો કરી આપઘાત: સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતાં; ડિપ્રેશનમાં હતા

રાજકોટઃ શહેરના 150 રિંગ રોડ અયોધ્યા ચોકમાં આવેલા શિવ સાગર એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા પરેશભાઈ ગોરધનભાઈ જોશી ઉ.વ.51 નામના પ્રૌઢએ પોતાની 12 બોર વાળી બંદૂકથી દાઢી નીચે ભડાકો કરી લેતા મોઢા ખોપરીનો ચુરેચુરો થઈ જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

બનાવની જાણ થતાં પીઆઇ એ.એસ.ચાવડા, પીએસઆઇ એ.બી જાડેજા, ડી.વી. બાલાસરા સહિતના સ્ટાફે પહોંચી તપાસ આદરી છે. આપઘાત કરનાર પરેશભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. કેટલાક દિવસથી ડિપ્રેશનમાં હતા. વધુ વિગત મેળવાઈ રહી છે

(10:01 pm IST)