Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ચેક રિટર્નના અલગ-અલગ બે કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા અદાલતનો આદેશ

રાજકોટ તા. ૪: રાજકોટના રહીશ વિપુલ કિર્તીભાઇ શાહ દ્વારા વિજય પાંચાભાઇ વાદીને તેઓની માંગણી મુજબ કટકે-કટકે રકમ રૂા. ૧૩,રપ,૦૦૦ તથા થોડા સમય બાદ રકમ રૂા. ર,પ૦,૦૦૦ સંબંધના દાવે આપેલ હતા અને જે લેણી રકમ પેટે વિજય પાંચાભાઇ વાદીને સંબંધના દાવે આપેલ લેણી રકમ પરત ચુકવવા માટે અનુક્રમે રૂા. ૧૩,રપ,૦૦૦ તથા રૂા. ૧,૭૦,૦૦૦ ના ચેકો આપેલ હતા જે ચેકો રીટર્ન થતાં ફરીયાદીએ જયુડી. મેજી. કોર્ટ, રાજકોટમાં સને ર૦ર૧ ની સાલમાં ફરીયાદ તેના એડવોકેટ મારફત કરેલ હતી, જે કેસ ચાલી જતાં જયુડી. મેજી. (સ્પે. નેગોશીએબલ) કોર્ટ, રાજકોટ દ્વારા આરોપી વિજય પાંચાભાઇ વાદી, રાજકોટવાળાને એક વર્ષની સજા ફટકારી હતી.
આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, જયારે આ કામના આરોપીને ધંધાના વિકાસ અર્થે નાણાની જરૂરીયાત ઉંપસ્થિત થતા આરોપી, ફરીયાદીના સંપર્કમાં આવેલ હતા અને સૌપ્રથમ તા. ૩૦-૧-ર૦૧૭ ના રોજ રૂા. ૧,૭૦,૦૦૦ રોકડ સ્વરૂપમાં આપેલ હતા અને ત્યારબાદ આરોપી દ્વારા ફરી નાણાની માગણી કરતાં ફરીયાદી દ્વારા કટકે -કટકે રૂા. ૧૩,રપ,૦૦૦ રોકડ તેમજ બેંક દ્વારા આપવામાં આવેલ હતાં.
સદરહું નાણાની માંગણી કરતી વખતે આ કામના આરોપીએ અમો ફરીયાદીને જણાવેલ હતું કે ‘તમોએ આપેલા નાણાની તમારે જયારે જરૂરીયાત ઉંભી થશે ત્યારે તુરત જ હું તમોને રકમ ભરપાઇ કરી આપીશ. આમ, આ કામના આરોપીની આવી વાતો અને વચનો ઉંપર ભરોશો રાખી ફરીયાદીએ આ કામના આરોપીને આપેલ રકમ રૂા. ૧૪,૯પ,૦૦૦ હાથઉંછીના આપેલ હતા અને નાણા મળી ગયા બદલની જે તે સમયે રેવન્યુ સ્ટેમ્પ પેપર ઉંપર ફરીયાદી જોગની પ્રોમેસરી નોટ લખી આપેલ હતી. ફરીયાદી પાસેથી આ કામના આરોપીને તેઓની જરૂરીયાત મુજબ હાથઉંછીના નાણા આપ્યા બાદ ફરીયાદીને સદરહું નાણાની જરૂરીયાત ઉંભી થતાં આરોપીએ હાથઉંછીના નાણાની રકમ રૂા. ૧,૭૦,૦૦૦ ની ચુવકણી અર્થે ફરીયાદીને એક માત્ર વિશ્શસ બેસાડવાના હેતુથી એક રૂા. ૧,૭૦,૦૦૦ નો તા. રપ-૩-ર૦૧૯ નો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા, જાગનાથ પ્લોટ, રાજકોટ શાખાના બચત ખાતા નં. ૩પપ૩૧૭ર૬૦પ ના ચેક નં. ૧ર૭૬ર૯ આપેલો હતો તેમજ ચેક રૂા. ૧૩,રપ,૦૦૦ નો તા. રપ-૩-ર૦૧૯ નો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા, જાગનાથ પ્લોટ, રાજકોટ શાખાના બચત ખાતા નં. ૩પપ૩૧ર૬૦પ ના ચેક નં. ૧૪૩પ૩૯ આપેલો હતો.
સદરહું ચેક આપતી વખતે આ કામના આરોપીએ ફરીયાદીને જણાવેલ હતું કે, સદરહું ચેક બેંકમાં જયારે પણ તમો ભરશો ત્યારે ચેક મુજબની રકમ તાત્કાલીક મળી જશે.
આથી ફરીયાદીએ આ કામના આરોપી ઉંપર ભરોશો રાખીને સદરહું ચેક સ્વીકારેલ હતો. જે ચેકોની રકમ વસુલાત ન થતાં ફરીયાદીએ આરોપી સામે રાજકોટની અદાલતમાં સને ર૦૧૯ ની સાલમાં ચેક પરત ફર્યા અંગેની ફરીયાદ દાખલ કરેલ હતી જે ફરીયાદના અનુસંધાને આરોપી કોર્ટમાં હાજર રહેલ હતાં. આ સમય દરમિયાન નામ. અદાલતે આરોપીની વર્તણુક તેમજ ફરીયાદી દ્વારા રજૂ થયેલ અલગ અલગ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ આગળની કાર્યવાહી ચાલુ રાખતાં ફરીયાદી પક્ષ દ્વારા અલગ અલગ હાઇકોર્ટોના જજમેન્ટો રજૂ કરેલ હતા અને કાયદેસરનું લેણું છે તે અંગેના પુરાવાઓ રજૂ કરતાં વિજય પાંચાભાઇ વાદીને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ફરીયાદીને અલગથી વળતરની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે અને જો સમય મર્યાદાની અંદર વળતર ન ચુકવે તો વધુ સજા ભોગવવાનો આદેશ કરેલ છે.
આ કેસમાં મુળ ફરીયાદી તરફે રાજકોટના ધારાશાસ્ત્રીઓ કમલેશ એન. શાહ, જીજ્ઞેશ એન. શાહ, ભરત એચ. સંઘવી, સુરેશ સી. દોશી, નાસીર એચ. હાલા, જતીન એન. પંડયા, ધવલ જે. પડીયા તથા જીગર બી. સંઘવી રોકાયેલા હતાં.

 

(10:05 am IST)