Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજકોટ જીલ્લા પોલીસે ગુમ થયેલ ૧પ લાખના મોબાઇલ શોધી મુળ માલીકોને પરત કર્યા

રાજકોટ તા. ૪: જીલ્લા પોલીસે જીલ્લામાં ગુમ થયેલ ૧પ લાખના ૧૦૬ મોબાઇલ ફોન શોધી કાઢીને મુળ માલીકોને પરત કર્યા હતા.

જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચના મુજબ ડી.વાય.એસ.પી. પી. એસ. ગોસ્વામીએના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ. એચ. વાજાએ કોમ્પ્યુટર શાખાના પોલીસ સ્ટાફ મળી જીલ્લામાં ગુમ થયેલ મોબાઇલ ફોન શોધવા અંગે ખંતપુર્વક મહેનતથી કરી રાજકોટ ગ્રામ્ય જીલ્લા ઉપરાંત ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લામાંથી તેમજ અન્ય રાજયોમાંથી પણ અલગ-અલગ કંપનીના અરજદારોના ગુમ મોબાઇલ ફોન ટ્રેસ કરી તા. ૦૧/૧૦/ર૦ર૧ થી તા. ૩૧/૧ર/ર૦ર૧ કુલ મોબાઇલ ફોન નંગ-૧૦૬ ની કુલ અંદાજીત કીંમત રૂ. ૧પ,૩પ,૪૦ર/- ના શોધી કાઢી જીલ્લા પોલીસ વડા બલરામ મીણાના હસ્તક તેમના મુળ માલીક સુધી પહોંચતાં કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પી.એસ.આઇ. એચ. એચ. વાજા, પો. હેડ કોન્સ. ચંદ્રેશભાઇ ખોખર, પો. હેડ કોન્સ. દિવ્યેશભાઇ ગોહિલ, પો. કોન્સ. મયુરભાઇ ઝાપડીયા, પો. કોન્સ. ભાવેશભાઇ મકવાણા (એલ.સી.બી.), પો. કોન્સ. શોભનાબેન વેકરીયા તથા શારદાબેન ચંદ્રપાલ દ્વારા કરવામાં આવેલ છે.

ગ્રામ્ય જીલ્લા પોલીસ દ્વારા નાગરિકોને બીલ વગરના મોબાઇલ ન લેવા તેમજ બિનવારસી મોબાઇલ મળી આવે ત્યારે નજીકના પોલીસ મથકમાં જમાં કરાવી સારા નાગરીક તરીકેની ફરજ નીભાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

(12:48 pm IST)