Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

રાજકોટ જિલ્લામાં રસીકરણમાં પ્રથમ ૩ ક્રમે આવનારી સરકારી શાળાઓને સ્માર્ટ ટીવી ભેટ

૧૦૦થી વધુ સંખ્યાવાળી શાળાઓ માટે ભૂપત બોદરની પ્રોત્સાહક યોજના

રાજકોટ તા. ૪ : જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરે જણાવેલ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના તરુણ બાળકોને કોરોના સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે આપવાના અભિયાનનો શુભારંભ થયો છે.

કોરોના સામે રક્ષણ આપતી રસી લેવી અને અન્યોને પણ રસી અપાવીએ એ પ્રત્યેક નાગરિકને મૂળભૂત ફરજ છે ત્યારે રાજયના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના  નેતૃત્વમાં  અને  પ્રદેશ  ભાજપ અધ્યક્ષ  સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં ૧૫ થી ૧૮ વર્ષની વય જૂથના બાળકોને વિનામૂલ્યે કોરોના સામે રક્ષણ આપતી વેકિસન આપવાના અભિયાન નો ભવ્ય પ્રારંભ થયો છે.

આ નિશુલ્ક વેકિસનેશન અભિયાનને પ્રોત્સાહન મળે તેવા શુભ આશયથી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર એ જિલ્લાના તમામ ગામો માટે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાના ગામોમાં ૧૦૦ થી  વધારે સંખ્યા ધરાવતી સરકારી સ્કૂલોમાં સો ટકા વેકિસન માં જે પ્રથમ ત્રણ સ્કૂલ આવશે તે ત્રણ સ્કૂલને પોતાના તરફથી સ્વખર્ચે સ્માર્ટ ટીવી આપવામાં આવશે.

(12:48 pm IST)