Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ક્રિકેટનોસટ્ટો રમતાં મુકેશ, કિશોર અને રમેશ અડધા લાખની મત્તા સાથે પકડાયા

મોરબી રોડ પર ચામુંડા એન્‍ટરપ્રાઇઝ પાસે ક્રાઇમ બ્રાંચનો દરોડો : એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્‍સ. કરણભાઇ મારૂ અને કોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ ગોહિલની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૪: મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ ચામુંડા એન્‍ટરપ્રાઇઝ નામની દુકાન પાસે જાહેરમાં ઓસ્‍ટ્રેલીયા દેશમાં ચાલી રહેલી બીગ બેશ લીગ ટ્‍વેન્‍ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો મેચ પર ત્રણ શખ્‍સો સટ્ટો રમતા હોવાની બાતમી ડીસીબીના એએસઆઇ જે.વી.ગોહિલ, હેડકોન્‍સ. કરણભાઇ મારૂ તથા કોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ ગોહિલને મળતા દરોડો પાડી  મુકેશ ઉર્ફે રૂષી રત્‍નાભાઇ મુંગરા (ઉ.૫૯ રહે. શીવધારા સોસાયટી શે.નં. ૬ મોરબી રોડ, કીશોર ગોવીંદભાઇ જમોડ (ઉ.૪૫-રહે. અંબીકાનગર-૧, ભાવનગર રોડ ગોપાલ પેટ્રોલપંપની બાજુમાં) તથા રમેશ ઉર્ફે લાલબાદશાહ ઘોઘાભાઇ સિંધવ (ઉ.૪૦- રહે. સંતકબીર રોડ ભરવાડ શેરી)ને પડકી લઇ રૂા. ૩૮,૫૮૦ રોકડા મળી કુલ રૂ.૫૦,૦૮૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.
 પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મિણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચના હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.કે.ગઢવી. પીએસઆઇ યુ. બી.જોગરાણા, એએસઆઇ સી.એમ.ચાવડા, હેડકોન્‍સ. અભીજીતસિંહ જાડેજા,પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન સહિતે આ કામગીરી કરી હતી.

 

(2:34 pm IST)