Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

પૂ.ભવ્યમુનિજીના સંથારા દર્શનાર્થે સદર ખાટકી કસાઇ જમાત : ૧'દિ સદર કતલખાનું બંધ રાખી અનુમોદના

રાજકોટ,તા. ૪ : સદર ખાટકી કસાઇ જમાત મટન મારકીટ એસોસીએશનના હબીલભાઇ ગનીબાપુ કટારીયા, હાજી હુસેનભાઇ માંડરીયા ખાટક,ી હાજી કરીમભાઇ શેરૂભાઇ, બેલીમભાઇ કસાઇ, મહેબુબભાઇ અબાભાઇ બેલીમ ખાટકી, આશીફભાઇ અલામભાઇ કસાઇ, હાજી કાસમભાઇ લાખા ખાટકી, નુરાભાઇ હાસમબાપુ કટારીયા ખાટકી, રમીકભાઇ હાજી આમદભાઇ ખાટકી, અબુભાઇ હસનભાઇ ચૌહાણ ખાટકી, ઇસ્માલભાઇ ગુલાભાઇ કસાઇ, હસુભાઇ કાલુબાપુ કસાઇ અને ફારૂકભાઇ હાજી ગફારભાઇ કટારીયા ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે તપસ્વી ૨ત્ન પૂ.ભવ્યમુનિજી મ.સા.ની અનશન આરાધનાના દર્શનનો લાભ લેવા આવેલ.

દર્શન કરી અહોભાવ વ્યકત કરેલ ત્યારે જૈન અગ્રણી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળના યોગેશભાઇ શાહે પ્રેરણા કરેલ કે તમો આ નિમીતે કંકઇ અનુમોદના કરો જેવી કે કતલખાનુ જ બંધ રાખો તો હજારો જીવોને અભયદાન મળે. યોગેશભાઇની ઇચ્છા એવી હતી કે કતલખાનુ બંધ રહે તો ખૂબ સારુ જેથી હજારો જીવોને અભયદાન મળી શકે. યોગેશભાઇની આ લાગણી અને માંગણીને માન આપતા તેઓ સહર્ષ એક દિવસ માટે કતલખાનુ બંધ રાખવા સહમત થયેલ. તેઓના  આ કતલખાનુ બંધ રાખવાના ઉતમ કાર્ય માટે જૈન સમુદાયે તેમની ખૂબ પ્રશંસા કરી છે અને તેઓને વારંવાર ધન્યવાદ પાઠવ્યા છે.

પૂ.ભવ્યમુનિજી મ.સા.ની અનશન તપની ઉગ્ર આરાધના દર્શન કરવાની પ્રેરણા પણ યોગેશભાઇ શાહે કરેલ, ખાટકી કસાઇ જમાતે કોઇ પણ જાતના સ્વાર્થ વગર કતલખાના બંધ રાખેલ.

(2:42 pm IST)