Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

બાલમહોત્સવમાં ડાન્સ સ્પર્ધા

 બાલભવનમાં ૧૧ થી ૧૬ વર્ષના બાળકો માટે યોજાયેલ બાલમહોત્સવના ભાગરૂપે બાળકો માટે ફોક-વેસ્ટર્ન ડાન્સ સ્પર્ધા યોજવામાં આવી હતી. અવનવા ફયુઝન, વેસ્ટર્ન અને ગુજરાતી ફોક સોંગ પર ભુલકાઓ થરકયા હતા. રંગકર્મ અધ્યાપક સંજયભાઇ કામદાર અને નિર્ણાયક પૂજાબેન ધોળકીયા, નિરજભાઇ દોશી, બાલભવન ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસે દીપપ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ફોક વેસ્ટર્ન ડાન્સ સ્પર્ધામાં ત્રીજા ક્રમાંક માટે ટાઇ થતા કુલ ચાર બાળકોને સન્માનિત કરાયા હતા. જેમાં જન્સી વાગડીયા પ્રથમ, ધૃવિ ઝીંઝુવાડીયા દ્વીતીય, પૃથ્વી ચૌહાણ તૃતિય સ્થાને વિજેતા જાહેર થયા હતા. જયારે નંદીની મારૂને પ્રોત્સાહનરૂપે ચોથા ક્રમાંકે વિજેતા જાહેર કરાયા હતા. બાલભવનના માનદમંત્રી મનસુખભાઇ જોષી દ્વારા વિજેતા બાળકોને ઇનામ, શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર પંડયાએ કરેલ. ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન)એ વિજેતા બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

(2:44 pm IST)