Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

શીવધારા એન્જીનીયર્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રોપરાઇટર વિરૂધ્ધ બે ચેક રિટર્ન થતા ફરિયાદ

રાજકોટ,તા. ૪: રાજકોટમાં રામનગર સોસાયટી, ૮૦ ફ્ટ રોડ, આજીવસાહતમાં શીવધારા એન્જીનીયર્સ એન્ડ ઈન્સ્ટુમેન્ટના પ્રોપરાઈટર દિલિપભાઈ વાગડીયા વિરૂધ્ધ રાજકોટમા ૮૦ ફ્ટ રોડ, આજીવસાહતમા ઈશ્વરકૃપા ફઉંન્ડ્રીના નામે ધંધો કરતી પેઢીના ભાગીદાર નાગજીભાઈ તોગડીયાએ રાજકોટની અદાલતમા આ રોપીઓએ માલ પેટે આપેલ રકમ રૂમ.૭૫,૦૦૦/- તથા ૮૮,૫૯૭/- ના બે ચેકો રીટન થતા ફ્રીયાદ દાખલ કરતા રાજકોટના મહે. એડી. ચીફ્ જયુડી. મેજી સાહેબે શીવધારા એન્જીનીયર્સ એન્ડ ઈન્સ્ટ્રમેન્ટ તથા તેના પ્રોપરાઈટર દિલિપભાઈ વાગડીયા વિરૂધ્ધ અદાલતમા હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફ્રમાવેલ છે.

કેસની હકીકત જોઈએ તો, રાજકોટ શહેરમા ૮૦ ફ્ુટ રોડ, આજીવસાહતમાં ઈશ્વરકૃપા ફઉંન્ડીના નામે કાસ્ટીંગની આઈટમોના મેન્યુફ્ેક્ચરીંગનો ધંધો કરતી ભાગીદારી પેઢીના ભાગીદાર નાગજીભાઈ કાનજીભા તોગડીયાએ રાજકોટમાં રામનગર સોસાયટી, ૮૦ ફ્ટ રોડ, આજીવસાહતમાં શીવધારા એન્જીનીયર્સ એન્ડ ઈન્સ્ટુમેન્ટ તથા તેના પ્રોપરાઈટર દિલિપભાઈ નાથાભાઈ વાગડીયા વિરૂધ્ધ એ મતલબની ફ્રીયાદ રાજકોટની અદાલતમા દાખલ કરેલ કે આરોપીઓ ધ્વારા ફ્રીયાદી પેઢી પાસેથી તબકકે તબકકે કાસ્ટીંગ ખરીદ કરેલ અને આ સમય દરમ્યાન ફ્રીયાદીનો વિશ્વાસ સંપાદીત કરી બાદમા તબકકે તબકકે ખરીદ કરેલ માલ પેટેનું આરોપી પેઢી પાસે ફ્રીયાદી પેઢીનું રકમ રૂા.૧,૭૪,૪૫૯/- નું લેઝર એકાઉંન્ટની વિગતેનું કાયદેસરનું લેણુ હોય જે લેણુ અદા કરવાની કાનુની ફ્રજ અને નૈતીક જવાબદારી સ્વીકારી આરોપીએ ફ્રીયાદ પેઢી જોગના કાયદેસરની લેણી રકમ અદા કરવા રકમ રૂમ.૭૫,૦૦૦/- તથા ૮૮,૫૯૭/- ના બે ચેકો ચેક ઈસ્યુ કરી  ચેકો રીટર્ન થતાં અદાલતમાં ફ્રીયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે, રેક્ડ પરની હકીકતો જેમા આરોપીઓ ધ્વારા ખરીદ કરેલ માલના બીલો, લેઝર સ્ટેટમેન્ટ, ડીમાન્ડ નોટીસ સહિતના દસ્તાવેજો પરથી સ્પષ્ટ ફ્લિત થાય છે કે, આરોપીઓએ ફ્રીયાદી પાસેથી પોતાના ધંધા અર્થે ખરીદ કરેલ માલની બીલો મુજબની બાકી રહેતી પરત કરવા ચેકો આપી, તે પાસ થવા ન દઈ આરોપીઓએ ધી નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઈ આરોપીઓ શીવધારા એન્જીનીયર્સ એન્ડ ઈન્સ્ટ્મેન્ટ તથા તેના પ્રોપરાઈટર દિલિપભાઈ વાગડીયા નાઓને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફ્રમાવવામાં આવેલ.

ઉંપરોકત કામમાં ફ્રીયાદી નાગજીભાઈ તોગડીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફ્ળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રૌપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(4:00 pm IST)