Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

૧૬મી એ ઓપન ગુજરાત ટેનીસ ક્રિકેટ ટૂર્નામેન્ટ

સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા આયોજનઃ રાજકોટ, અમદાવાદ સહિત ૭ શહેરોની ટીમ વચ્ચે જામશે જંગઃ ટ્રોફી, રોકડ પુસ્કારથી નવાજાશે

રાજકોટ,તા.૪: સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા ઓપન ગુજરાત ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ૧૬મી જાન્યુઆરી રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડ (લોકો કોલોની) ખાતે કરવામાં આવેલ છે.

સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના અગ્રણી શ્રી કશ્યપભાઈ શુકલ તથા સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખ શ્રી દર્શિતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ આ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ, સુરત, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ તેમજ રાજકોટ શહેરની નામાંકિત અને બળુકી ક્રિકેટ ટીમો વચ્ચે ક્રિકેટનો મહાજંગ રમાશે.

આ સમગ્ર ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી આવતા તમામ બ્રહમપરિવારના ખેલાડીઓ માટે રહેવા તથા જમવાની ઉતમ વ્યવસ્થા બ્રહમસમાજ તરફથી આપવામાં આવશે. આ સમગ્ર ટુર્નામેન્ટ આઈસીસીના નિયમો પ્રમાણે રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં સેમીફાઈનલથી દરેક ટીમોને કલરફૂલ ડ્રેસ આપવામાં આવશે. સ્ટેટ પેનલના અમ્પાયરો દ્વારા અમ્પાયરિંગ કરવામાં આવશે.

આ ટુર્નામેન્ટની ચેમ્પિયન ટીમને રૂ.૧૧૧૧/- રોકડ પુરસ્કાર તથા રનિંગ શિલ્ડ તેમજ રનર્સઅપ ટીમને રૂ.૫૫૫૫ તથા શિલ્ડ તેમજ મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધ મેચને ઈનામ આપવામાં આવશે.

આ ટુર્નામેન્ટ માટે સમસ્ત બ્રહમસમાજના મોભી કશ્યપભાઈ શુકલ, પ્રમુખ દર્શિતભાઈ જાની, દિપકભાઈ પંડયા, કમલેશભાઈ ત્રિવેદી, નલીનભાઈ જોષી, અતુલભાઈ વ્યાસ, જર્નાદનભાઈ આચાર્ય, દક્ષેશભાઈ પંડયા, પ્રશાંતભાઈ જોષી, જયેશભાઈ જાની, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય વિ.નોસહકાર મળેલ છે.

આ ટુર્નામેન્ટની એન્ટ્રી તા.૧૦ મુરલીધર હાઈસ્કુલ ૮/૧૧ વર્ધમાન નગર ખાતે જમા કરાવી દેવી. વધુ માહિતી માટે હિતેષભાઈ જાની મો.૯૮૯૮૨ ૧૫૯૩૫, મયુરભાઈ પાઠક મો.૯૮૨૪૨ ૧૩૯૭૭, નરેન્દ્રભાઈ જાની મો.૯૭૨૪૯ ૧૮૯૫૬નો સંપર્ક કરવો.

(3:01 pm IST)