Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જૈનાચાર્ય શ્રીમદ્દવિજય રત્નસુંદર સુરીશ્વરજી મ. સા. નો કાલે જન્મ દિવસ

આત્મ-પરિવર્તના આધારે સામાજિક-પરિવર્તનના ભગીરથ કાર્યનાં સરસ્વતી લબ્ધપ્રસાદ

આત્મ-પરિવર્તનના આધારે સામાજિક-પરિવર્તનના ભગીરથ કાર્યના પથિક સરસ્વતી લબ્ધપ્રસાદ જૈનાચાર્ય શ્રીમદ્વવિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.નો પ મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગુજરાતમાં પાલિતાણાની સમીપે દેપલા ગામમાં આચાર્યશ્રીનો જન્મ થયો. તેમના પિતાનું નામ દલીચંદભાઈ તથા માતાનું નામ ચંપાબેન હતું. ૧૯૬૭માં આચાર્યશ્રીએ આચાર્ય શ્રીમદ્દવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે દીક્ષા લઈ સંયમ જીવન અંગીકાર કર્યું. સાધુ બન્યા પછી કરેલી તપસ્યા, સ્વાધ્યાય અને સાધનાના પરિણામે ૧૯૯૬માં આપશ્રીને આચાર્યની પદવી પ્રાપ્ત થઈ. પ્રવચનો અને બુકના માધ્યમથી પથ પ્રદર્શનૅંૅં આચાર્ય ભગવંત દીક્ષા લીધા બાદ સતતપણે પ્રવચનો, લેખક માધ્યમથી જબરજસ્ત સામાજીક પરિવર્તન કરવામાં સફળતા મળેલ છે અને વ્યાખ્યાનોના માધ્યમથી માનવને ઉત્કૃષ્ટ, નૈતિક અને પ્રસન્નતાપૂર્વક જીવન જીવવાનું માર્ગદર્શન પ્રદાન કરી રહ્યા છે.

 પારિવારિક વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા તેમજ સમાજ વ્યવસ્થાના સશિકતકરણ કરવાના તથા સજજનો સંગઠિત કરી સક્રિય કરવાના આચાર્યશ્રીના અદભુત પ્રયત્નોૅં ભારતીય સમાજના ત્રણ આધાર સ્તંભો છે -પારિવારિક વ્યવસ્થા, કૃષિ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા. આ ત્રણેય વ્યવસ્થાઓ આજે અનેક પ્રકારની સમસ્યાઓથી ગ્રસિત છે. આવી સમસ્યાઓના સમાધાન લાવવા માટે આચાર્યશ્રી છેલ્લા અનેક વર્ષોથી સતત પ્રયત્નશીલ છે. આ માટે તેમણે દિલ્લીમાં ચાર વર્ષ સ્થિરતા કરીને દેશના નીતિ-નિર્માતાઓ સાથે ચર્ચા-વિચારણા કરી છે તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું છે. શિક્ષણ વ્યવસ્થાને સંસ્કારથી જોડવા માટે તેમણે આપેલા માર્ગદર્શનને સંસદે પણ સ્વીકૃતિ આપી છે. આની સાથોસાથ કૃષિ વ્યવસ્થા અંગે પણ આચાર્યશ્રી દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને આ સંબંધે આચાર્યશ્રી દ્વારા સંસદના રાજયસભામાં એક પિટીશન પણ પ્રસ્તુત કરવામાં આવી છે જેને ઉપરાષ્ટ્રપતિ દ્વારા મંજુરી અપાઈ ગઈ છે. વર્તમાનમાં આ સબંધમાં આચાર્યશ્રી દ્વારા નિમ્નલિખિત ક્ષેત્રોમાં પ્રયત્નો થઈ રહ્યા છે.

સંકલન

-જયેશ સંઘાણી

૯૪ર૮ર ૦૦પર૦

(3:03 pm IST)