Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

'યુવામીત્ર જોડો' અભિયાનના બીજા તબકકાનો પ્રારંભ યુવા કાર્યકર્તાઓ ઘુમી વળશે

રાજકોટ તા. ૪: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજયમાં યુવાનોને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડવા માટે યુવા મિત્ર અભિયાન તા. રપ ડીસેમ્બર-અટલબીહારી બાજપાઇજીની જન્મ જયંતિથી તા. ૧ર જાન્યુ-સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ દરમ્યાનના સમયગાળામાં કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં ત્રણ તબકકે યુવા વર્ગને પાર્ટીમાં જોડવામાં આવશે.

ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં શહેર યુવા મોરચા દ્વારા 'યુવામિત્ર અભિયાન' અંતર્ગત શહેરની વિવિધ શાળા-કોલેજ-હોસ્ટેલ અને વિવિધ જાહેર સ્થળોએ બીજા તબકકા અંતર્ગત 'મહાસંપર્ક અભિયાન'નો પ્રારંભ કરવામાં આવેલ હતો.

આ અભિયાનને યુવા વર્ગ તરફથી બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને આ અભિયાનને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના હોદેદારો પુર્વેશ ભટ્ટ, જયકીશન ઝાલા, પ્રવીણ સેગલીયા, જયપાલ ચાવડા, મંત્રી સહદેવ ડોડીયા, કેયુર અનડકટ, કરણ સોરઠીયા, સંજય વજકાણી, પાર્થરાજ ચૌહાણ, ગૌરવ મહેતા, સુનીલ ગોહેલ, નીરવ રાયચુરા, અંકીત કુવાડીયા, નીલ પટેલ, ધ્રુવ કાલરીયા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:01 pm IST)