Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

શિયાળાની મૌસમ-સ્વાસ્થ્ય વર્ધક ચિકીની સોડમ

ઋતુચક્ર મુજબ શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. ઠંડીની સીઝનમાં લીલા શાકભાજીથી લઈને દેશી ઓષડીયા અને વસાણુ લોકો ખૂબ જ આરોગતા હોય છે, ત્યારે ચિકી પણ લોકોની ફેવરીટ બની રહે છે. શહેરની પ્રખ્યાત જલારામ ચિકીમાં ખાસ પરંપરાગત રીતે વર્ષોથી ચિકી બનાવવામાં આવે છે. એક સરખા સ્વાદ અને કવોલીટીના કારણે જલારામ ચિકીનોે અનોખો ચાહક વર્ગ છે. જલારામ ચિકીના પ્રકાશભાઈ ચોટાઈએ જણાવેલ કે પહેલા પરંપરાગત શીંગ, તલ અને દાળીયાની જ ચિકી બનતી, પણ હવે ડ્રાયફ્રુટ, કાજુ, કાજુ, બદામ, પીસ્તા, રાજભોગ, સોના અને ટોપરા, ખજુર પુરી (સુગરલેસ), ખજુર કત્રી, ખજુર ચોકોબોલ, ખજુર રોલ, કાળા તથા સફેદ તલની સાની તથા ચિકી ગોેળ અને ખાંડ બન્નેમાં ઉપલબ્ધ બની છે. ઉપરોકત તસ્વીરમાં ચિકી બનવાથી લઈને પેકીંગ કરતા જલારામ ચિકીના કારખાનાનો સ્ટાફ નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:03 pm IST)