Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

કોઠારિયા સોલવન્‍ટ ફાટક પાસેથી દારૂની ર૧ બોટલ સાથે ગીરીશ પરમાર પકડાયો

ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી પાસે કારમાં દારૂ સાથે મોહીત અને ભરતને પકડયા

રાજકોટ તા. ૪: કોઠારીયા સોલવન્‍ટ ફાટક નજીક ધ્‍વની ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાંથી આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ર૧ બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્‍ટ ફાટક પાસે આવેલા ધ્‍વની ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં એક શખ્‍સ દારૂના જથ્‍થા સાથે નીકળ્‍યો હોવાની બાતમી મળતા આજીડેમ પોલીસ મથકના પી.આઇ. વી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.ડી. વાળા તથા કોન્‍સ. મહેશભાઇ કોઠીવાળ સહિતે દરોડો પાડી ધ્‍વની ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયા શેરી નં. ૩ માં આવેલા કારખાનાની બાજુમાંથી રૂા. ૮૪૦૦ ની કિંમતની દારૂની ર૧ બોટલ સાથે ગીરીશ રમેશભાઇ પરમાર (રહે. સોલવન્‍ટ મેઇન રોડ સીતારામ સોસાયટી શેરીન ં. ૬ માં પરેશભાઇ પટેલના મકાનમાં ભાડે મૂળ ગણોદ તા. ઉપલેટા) ને પકડી લીધો હતો.
કારમાં દારૂની બોટલ
સાથે બે મિત્રો પકડાયા
ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે. એ. વાળાની સુચનાથી પીએસઆઇ પી. કે. ક્રિヘયન તથા કોન્‍સ. અમીનભાઇ, સંજયભાઇ અને હસમુખભાઇ સહિત વાહન ચેકીંગમાં હતા ત્‍યારે માધાપર ચોકડી નજીક ઓવરબ્રીજ પાસેથી જી.જે. ૧૮ બીબી-૯૬૮૯ નંબરની ઇટીપોસ કારને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી દારૂની એક બોટલ મળી આવતા કારમાં બેઠેલા મોહીત ભરતભાઇ લાડવા (ઉ.વ. ર૦) (રહે. ત્રિકોણબાગ જોકર ગાંઠીયાની બાજુમાં મુળ પોરબંદર) અને તેનો મિત્ર ભરત લખુભાઇ રાઠા (ઉ.વ. ૩૦) (રહે. પોરબંદર કમલાબાગ પાસે) ને પકડી લીધા હતા. મિત્ર માટે દારૂની બોટલ લઇ આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું.

 

(3:07 pm IST)