Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

૩ વર્ષની રાજકોટ ચેમ્બરની કામગીરી ટનાટન રહી : કોરોના કાળમાં હોદ્દેદારો સતત દોડતા રહ્યા : વેપાર ઉદ્યોગના અનેક પ્રશ્નોનો ઉકેલ લાવી શકયા : વી પી વૈષ્ણવ

પત્રકાર પરિષદમાં ૩ વર્ષની કામગીરીના લેખાજોખા રજુ કરતા ચેમ્બરના પ્રમુખ વી પી વૈષ્ણવ : એઇમ્સ, એરપોર્ટ, રેલવે, નિકાસ, જીએસટી, ખીરસરા - કુવાડવા જીઆઇડીસી, પીજીવીસીએલ, વ્યવસાય વેરા, ટ્રાફિક, નાના ઉદ્યોગો, વેકસીનેશન, બેંકો સાથેના પ્રશ્નો ઉઠાવી સફળતાથી નિરાકરણ લવાયું

રાજકોટ તા. ૪ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી પી વૈષ્ણવે વર્તમાન હોદ્દેદારોએ છેલ્લા ૩ વર્ષમાં કરેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો અને થયું હતું કે છેલ્લા ૩ વર્ષમાં ચેમ્બર સતત દોડતુ રહ્યું અને વેપારીઓના પ્રશ્નો ઉકેલવા સતત રજૂઆતો કરી સફળતાઓ મેળવી છે. કૃષિ, નિકાસ, રેલવે, એરપોર્ટ, કર્ફયુ, જીઆઇડીસી સહિતના મામલે કુનેહભરી કામગીરી કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં અસરકારક રજુઆતો કરી નિરાકરણ લવાયું છે. ૧૦૦માંથી ૮૨ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો છે. કોરોનાકાળમાં પણ દિવસ રાત એક કરી ચેમ્બરે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી વેપારીઓને ઓછામાં ઓછી મુશ્કેલીઓ પડે તેવા પ્રયાસો કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ દરમ્યાન કરાયેલ વિવિધ રજૂઆતોમાં મેળવેલ ભવ્ય સફળતાઓ જોઇએ તો...

રાજકોટ ચેમ્બરના અથાગ પ્રયત્નોથી રાજકોટ ખાતે નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ ફાળવવામાં આવ્યું.

રાજકોટ ચેમ્બરના અથાગ પ્રયત્નોથી રાજકોટ ખાતે એઈમ્સ હોસ્પિટલ ફાળવવામાં આવી.

રાજકોટ ચેમ્બરના અથાગ પ્રયત્નોથી રાજકોટ ખીરસરા ખાતે નવી જીઆઈડીસી ફાળવવામાં આવી.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતીનીધોએ જીએસટી રીફંડ અને રાજકોટ એરપોર્ટના પ્રશ્ને કેન્દ્રીય કોમર્સ અને ઉડીયન મંત્રીશ્રી સુરેશ પ્રભુ સાથે મિટીંગ યોજી બંને પ્રશ્નોનો સત્વરેનિકાલ કરવા રજૂઆત કરવામાં આવી.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ શ્રી પાર્થ ગણાત્રાએ મુંબઈના ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)  શ્રી એ. કે. ઝા ની રાજકોટ ખાતે મુલાકાત લઈ નિકાસકારોને મુઝવતા પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજૂઆતો કરેલ.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતીનીધોએ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની રૂબરૂ મુલાકાત લઇ રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકમાં જમીન સંપાદન કાર્યવાહી બાબત રજુઆત કરેલ.

ખીરસરા ખાતે ફાળવવામાં આવેલ નવી જીઆઈડીસીમાં પ્લોટના ભાવ પ્રતિ ચો.મી. રૂ.૬૦૭૪ કરેલ હતા તેને ઘટાડી રૂ.રપ૦૦ કરવામાં આવેલ.

રાજકોટના પડતર વેટ ઓડિટના પ્રશ્નો તેમજ રાજકોટ ખાતે ઘણા સમયથી ખાલી પડેલ અપિલ-ડીસીની તાત્કાલીક નિમણુંક કરવા રજુઆત કરેલ તેમાં મુખ્યમંત્રીશ્રીએ આ અંગે તાત્કાલીક ઘટતું કરી અપિલ-ડીસીની નિમણુંક કરી દીધેલ છે.

રાજકોટ ચેમ્બરના અથાગ પ્રયત્નોથી રાજકોટ-મુંબઈ માટેની ''હમસફર એકસપ્રેસ'' નામે ચોથી ટ્રેઈન મંજુર કરવામાં આવી.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી વચ્ચે અસહય ભાડા ઘટાડવા તથા કાયમી એટીઆર ૭ર એર ક્રાફટ તુરંત શરૂ કરવા અંગે એરલાઈન્સ કંપનીઓ સમક્ષ કરેલ ભારપુર્વક રજુઆત.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના અથાગ પ્રયાસોથી રાજકોટ-દિલ્હી વચ્ચે ફલાઈટ શરૂ કરવામાં આવેલ.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ દ્વારા પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના  ફરીથી શરૂ કરવા કેન્દ્ર સરકાર તથા રાજય સરકારમાં કરવામાં આવેલ રજુઆત.

રાજય સરકાર દ્વારા વ્યવસાય વેરા વ્યાજ માફી યોજના જાહેર કરાયેલ તેની મુદતમાં વધારો કરવાની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની માંગણીનો સ્વીકાર.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ચીફ કમિશ્નર ઓફ કસ્ટમ્સ, ગુજરાત ઝોનની, રીજીઓનલ એડવાઈઝરી કમિટીની મિટીંગમાં રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા ઉપસ્થિત રહીનિકાસકારોએ જુન મહિનામાં શીપીંગ બીલમાં ૧૭ર૧૭/ર૦૧૯ અને ૧૭૬૩પ/ર૦૧૯ સ્ક્રોલ નંબર જનરેટ કરેલ તેઓના મોટી રકમના પેમેન્ટ અટવાયેલ હતા અને સરકાર પાસેના લીસ્ટ મુજબ ૧૮ થી ૧૯ રીસ્કી નિકાસકારોના હિસાબે રાજકોટ-સૌરાષ્ટ્રના અનેક નિકાસકારોના આશરે રૂ. ૩૭પ કરોડ જેટલી રકમરીલીઝ કરી દેવામાં આવશે.

સરકારશ્રી દ્વારા નવા ટ્રાફિક નિયમોના અમલીકરણમાં હેલ્મેટ કાયદાને શહેરી વિસ્તારમાં નાબુદ કરવા રજૂઆત કરવામાં આવેલ તેનો સ્વીકાર કરવામાં આવેલ.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ખિરસરાની નવી GIDC ના બીજા ફેઈઝમાં રપ૦૦ થી ૩૦૦૦ ચો.મી. સુધીની અરજીઓને પ્રથમ પ્રાધાન્ય આપવા રાજય સરકારશ્રીને રજુઆત કરાયેલ.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ તથા ZRUCC ના સભ્ય શ્રી પાર્થભાઈ ગણાત્રાની સફળ રજૂઆત.... રાજકોટ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મનં. ૩ ઉપર કોચ ગાઈડન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી.

કોરોના વાઈરસની લડતમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રૂ. ૧૦ લાખનું અનુદાન આપ્યા બાદ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં વધુ રૂ.પ લાખ નું ડોનેશન આપવામાં આવ્યું.

કોવિદ-૧૯ જેવા ભયંકર રોગચાળા દરમ્યાન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજય સરકારશ્રી, રાજકોટ કલેકટરશ્રી, રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નરશ્રી તથા રાજકોટ પોલીસ કમિશ્નરશ્રીની સાથે રહી સંકલન કરી આવી ગંભીર મહામારીમાંથી ઉદ્યોગકારો, નાના મોટા વેપારીઓ તથા પ્રજાજનોને ઉજાગર કરવ માટે અભુતપૂર્વ કામગીરી કરવમાં આવેલ અને તેને સફળતા મળેલ છે જેમા (૧) પ્રધાનમંત્રી રાહત ફંડ તથા મુખ્યમંત્રી રાહત ફંડ અને રાજકોટ કલેકટરશ્રીની સુચના મુજબ રાશનકીટ માટે આશરે રૂ.ર૧ લાખ જેટલી માતબાર રકમની સહાય રાજકોટ ચેમ્બર દ્વારા કરવામાં આવેલ.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સતત રજૂઆતથી સૌષ્ટ્રના નિકાસકારોને MEIS Scheme હેઠળ મળવપાત્ર રકમઆશરે રૂ.૧પ૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા નિકાસના પ્રિ અને પોસ્ટ શિપમેન્ટ પર વ્યાજ સહાયની સમય મર્યાદા તાત્કાલીક જાહેર કરવા કેન્દ્ર સરકારમાં રજુઆત કરવામાં આવેલ છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા GST અતંર્ગત ટેક્ષટાઈલ સેકટરના દરમાં કરાયેલ ધરખમ વધારામાં ફેરફાર કરવા કેન્દ્ર તથા રાજય સરકારમાં રજુઆત કરવામાં આવેલ.

આમ ત્રણ વર્ષના સમય ગાળા દરમ્યાન રાજકોટ ચેમ્બર દ્વારા કરાયેલ વિવિધ રજુઆતોમાં મહતમ સફળતાઓ મેળવેલ છે અને આવનારા દિવસોમાં પણ અધૂરા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરીશું.

(3:25 pm IST)