Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સખત પરીશ્રમી કરારી કર્મચારીઓને ફરી છુટા કરવાના મેસેજથી હોબાળો

કુલપતિ પેથાણી, કુલનાયક દેશાણીની સામે ભભૂકતો રોષ : રજુઆત કરવા દોડધામ

રાજકોટઃ છેલ્લા ત્રણ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉચ્ચ સતાધીશોની અણ આવડત અને કાર્યદક્ષતાના અભાવને કારણે પારાવાર નુકશાન થઇ રહયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતીન પેથાણી અને કુલનાયક વિજય દેશાણીના કાર્યકાળમાં યુનિવર્સિટી ખુબ કઠીન સમયમાં પસાર થઇ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સખત અને સતત પરીશ્રમ કરતા કરાર આધારીત કર્મચારીઓને રાજય સરકારના પરીપત્રના ખોટા અર્થઘટનથી છુટા કરવામાં આવ્યા છે.

લાં...બા સમયથી નોકરીમાં છુટા રહેલા કર્મચારીઓને કારણે વહીવટી તંત્ર સદંતર ઠપ્પ થઇ ગયું છે. છુટા કરાયેલા કરાર આધારીત કર્મચારી પૈકી કેટલાકને પુનઃ ફરજ ઉપર લેવામાં આવ્યા છે. વળી આજે ફરી કરાર આધારીત કર્મચારીઓને છુટા કરવાના મેસેજથી ફફડાટ ફેલાયો હતો. કરાર આધારીત કર્મચારીઓ કુલપતિ નીતીન પેથાણી સમક્ષ રજુઆત કરવા દોડી ગયા હતા.

કુલપતિ નીતીન પેથાણી અને કુલનાયક વિજય દેસાણી ઉપરથી કર્મચારીઓનો વિશ્વાસ ડગી રહયો છે. ત્યારે હવે રાજય સરકાર અને ભાજપ મોવડી મંડળને રજુઆત થઇ રહયાનું જાણવા મળે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:27 pm IST)