Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

વેરા શાખા ત્રાટકી : કારખાના - દુકાનો - ઓફિસો સહિત ૩૮ મિલ્‍કતો સીલ

બાકી મિલ્‍કત વેરો વસુલવા મ.ન.પા.ની સીલીંગ ઝુંબેશઃ સેન્‍ટ્રલમાં ૧૩, વેસ્‍ટમાં ૧૫ અને ઇસ્‍ટ ઝોનમાં ૧૦ મિલ્‍કતો સીલ કરાઇ : આજે બપોર સુધીમાં ૩૧ લાખની વેરા વસુલાત થઇ

રાજકોટ તા. ૪ : મ.ન.પા.ની વેરા શાખાએ આજે બાકી મિલ્‍કત વેરો વસુલવા ઝુંબેશાત્‍મક કાર્યવાહી કરી અને બપોર સુધીમાં ૩૮ મિલ્‍કતો સીલ કરી અને ૩૧ લાખની વેરા વસુલાત કરી હતી.
વેરા શાખાની આજની કાર્યવાહીની સત્તાવાર વિગતો આ મુજબ છે.
વોર્ડ નં. ૪ : તિરૂપતિ બાલાજી પાર્કમાં ૩-કોમર્શીયલ યુનિટના રૂ. ૨.૩૭ લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે. કુવાડવા રોડ પર આવેલ ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૭૨ લાખ રીકવરી
વોર્ડ નં. ૫ : પેડક રોડ પર રૂ. ૨.૮૧ લાખના બાકી માંગણા સામે ૨-કોમર્શીયલ યુનિટને સીલ કરેલ છે.  કુવાડવા રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧. લાખ રીકવરી.
વોર્ડ નં. ૭ : ‘યોગી સ્‍મૃતિ કોમ્‍પલેક્ષ'માં ત્રીજે માળ બાકી માંગણા સામે ૩ મિલકતો સીલ કરેલ છે. કોમર્શીયલ યુનિટને રૂ. ૨.૦૨ લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે. ‘ઓ.કે. મશીનીંગ' બાકી માંગણા સામે સીલ કરેલ છે તથા સોની બજારમાં કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫૫ હજાર રીકવરી
વોર્ડ નં. ૯ : ‘આલ્‍ફા પ્‍લસ' કોમ્‍પ્‍લેક્ષમાં ૮૦૬ નંબરની ઓફીસ બાકી માંગણા સામે સીલ કરેલ છે. ‘ક્રિષ્‍ના કોમ્‍પલેક્ષ'માં બાકી માંગણા સામે સેલર સીલ કરેલ છે. ‘શિલ્‍પ કોમ્‍પલેક્ષ'માં ૨ -કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે. તથા ૧ - કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૮૩ હજાર રીકવરી.
વોર્ડ નં. ૧૦ : ૨- કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૨.૪૪ લાખ રીકવરી
વોર્ડ નં. ૧૨ : ‘શ્‍યામ કોમ્‍પલેક્ષ' ૭ -કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે.
વોર્ડ નં. ૧૩ :સિધ્‍ધીવિનાયક ફોર્ડ દ્વારા બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂ. ૭.૧૫ લાખ રીકવરી
વોર્ડ નં. ૧૫ : ‘આજી ઇન્‍ડસ્‍ટ્રીયલ' એરિયામાં ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૪૨ લાખ રીકવરી. ‘મીરા એસ્‍ટેટ'માં આવેલ ૨ - કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે ર્ય. ૩.૩૪ લાખ રીકવરી
વોર્ડ નં. ૧૭ : ‘મિલન હોલ'ના બાકી માંગણા સામે રીકવરી રૂ. ૨.૫૩ લાખ અને ૩ -ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી માંગણા અમે રીકવરી રૂ. ૭.૦૧ લાખ તથા ૧-ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના રૂ. ૮૭ હજારના બાકી માંગણા સામે સીલ કરેલ છે.
 વોર્ડ નં. ૧૮ :૨-ઇન્‍ડસ્‍ટ્રીયલના બાકી માંગણા સામે રીકવરી રૂ. ૫.૩૫ લાખ
આમ, સે.ઝોન દ્વારા ૧૩ મિલ્‍કતોને સીલ, તથા રીક્‍વરી રૂ. ૧૬.૪૦ લાખ તથા વેસ્‍ટ ઝોન દ્વારા ૧૫ ᅠમિલ્‍કતોને સીલ તથા રીક્‍વરી રૂ. ૩.૮૨ લાખ અનેᅠ ઇસ્‍ટ ઝોન દ્વારા ૧૦ ᅠમિલ્‍કતોને સીલ તથા રીક્‍વરી રૂ. ૧૧.૨૬ લાખની વસુલાત થયેલ હતી.
આ કામગીરી આસી. મેનેજર આર.એમ. ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્‍યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો તથા વોર્ડ ક્‍લાર્ક દ્વારા આસી. કમિશ્નર શ્રી કગથરા, સમીર ધડુકᅠ તથા વી.એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.


 

(3:30 pm IST)