Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સરકારની તમામ યોજનાઓનો લાભ દિવ્યાંગોને મળે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપતાં કલેક્ટર અરૂણ મહેશ બાબુ :ડિસ્ટ્રીકટ લેવલ કમિટી ઓન ડિસેબીલીટીની બેઠક યોજાઇ

રાજકોટ: ડિસ્ટ્રીકટ લેવલ કમિટી ઓન ડિસેબીલીટીની બેઠક જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.સરકારની વિકલાંગ કલ્યાણકારી યોજનાઓનો લાભ દિવ્યાંગોને મળે તે માટે અભિયાન ચલાવવા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકનું સંચાલન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો.પ્રાર્થના સેરસિયાએ કર્યું હતું.

આ તકે પ્રાંત અધિકારી  સંદિપ કુમાર વર્મા, જિલ્લા બાળ સુરક્ષા અધિકાર મિત્સુબેન વ્યાસ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી સહિતના સંબધિત વિભાગના અધિકારીઓ, દિવ્યાંગો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:20 am IST)