Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ પોતાની નિષ્ફળતા છુપાવવા પેપર લીકમાં શુકલા કોલેજને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર ઘડ્યુ : ડો.નેહલ શુકલ

શુકલા કોલેજના સંચાલક દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ધગધગતો આરોપ : યુનિવર્સિટીના રજીસ્ટાર વિરૃદ્ધ ૫ કરોડ તથા કાર્યકારી કુલપતિ વિરૃદ્ધ ૬ કરોડના બદનક્ષીની નોટીસ અપાશે : ખળભળાટ

રાજકોટ,તા. : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં બીકોમ અને બીબીએ સેમેસ્ટર ૫ની પરીક્ષાનું પેપર લીકમાં એચ.એન. શુકલા કોલેજના કર્મચારી  સામે પોલીસ ફરીયાદો કરવામાં આવતા અંગે શુકલા કોલેજના ટ્રસ્ટી નેહલ શુકલએ પત્રકાર પરિષદમાં પેપર લીક પ્રકરણમાં કોલેજના કર્મચારી સામે થયેલા આરોપો ફગાવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મનસ્વી સ્થિતિ બદલી છે. પરીક્ષા તંત્ર લકવાગ્રસ્ત થઈ ગયાનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં નેહલ શુકલએ જણાવ્યુ હતું કે, કાર્યકારી કુલપતિએ પોતાની નિષ્ફળતા છુપાવવા શુકલા કોલેજને ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર ઘડ્યુ છે. શુકલા કોલેજને ખોટી રીતે બદનામ કરવામાં આવતા તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટાર વિરૃદ્ધ કરોડ અને કાર્યકારી કુલપતિ વિરૃદ્ધ કરોડના બદનક્ષીના દાવાની નોટીસ ફટકારવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં એચ.એન.શુકલ કોલેજના કર્મચારી જીગર ભટ્ટ પર આક્ષેપ અને ફરિયાદ બાદ, ભાજપ આગેવાન, કોર્પોરેટર અને એચ.એન.શુકલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી નેહલ શુકલએ જણાવેલ કે પેપરલીક કાંડમાં એચ.એન.શુકલ કોલેજ તથા કર્મચારીને કોઇ લેવા દેવા નહીં, પેપર લીક પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થિતી સત્તાધિશોએ લકવા ગ્રસ્ત કરી દીધેલ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નીતિનભાઇ પેથાણી બાદ સ્થિતી બગડી છે. પરીક્ષા વિભાગનું કામ માત્ર રિઝલ્ટ છાપવા પુરતુ રહ્યું છે. તમામ કામગીરી બારોબાર કરવામાં આવી રહી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ટાઇમ પરીક્ષા લેવામાં આવી તે તમામ ખેલ હતો., ૨૪-૩૬ કલાક અગાઉ પ્રશ્નપત્ર આપવામાં આવ્યા, વખતની પરીક્ષામાં પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર સીટ મન ફાવે તેવા સમયે પરીક્ષા વિભાગમાં પહોંચાડવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખનખનીયાનો ખેલ ચાલી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

દરેક સેન્સેટિવ કેન્દ્ર પર સ્કોડ મોકલવામાં આવતા તે બંધ થઇ ગયા તેમજ કેન્દ્ર પર સીસીટીવી પણ બંધ કરવામાં આવ્યા છે. ભાગ બટાઇમાં મોટો મતભેદ થયા બાદ બધું કાં થયુંવીડિયો રેકોર્ડિંગ સાથે પેપર જમા કરાવવાના હતા, એચ.એન.શુકલ કોલેજ દ્વારા પણ સિલ બંધ સાથે પેપર જમા કરાવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવેલ કે રાજકીય રીતે યુનિવર્સિટીમાં પોતાની નિષ્ફળતા છુપાવવા આ કાંડ રચાયું, પેપરલીક બાદ યુનિવર્સિટી દ્વારા એક રૃમમાં વિડીયો કેમેરા વગર તમામ પેપર્સને રાખવામાં આવ્યા, વાઇસ ચાન્સલર સહિતનાઓએ ખેલ પાડ્યો હોવાનું જણાવેલ.

(10:42 am IST)