Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ઓમ શાંતિ... શાંતિ... શાંતિ... સ્‍વ. વીણાબેન અજિતભાઇ ગણાત્રાને શ્રધ્‍ધાસુમન અર્પણ કરતા રાજ્‍યના પ્રધાનો

કુંવરજીભાઇ બાવળિયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા અકિલાના આંગણે : ગણાત્રા પરિવાર - અકિલા પરિવારને સાંત્‍વના

રાજકોટ : અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના જીવનસંગીની શ્રીમતિ વીણાબેનનો દેહવિલય થતાં આજે રાજ્‍યના કેબિનેટ મંત્રીઓ સહિતના મહાનુભાવોએ અકિલાના આંગણે આવી ગણાત્રા પરિવાર અને અકિલા પરિવારને આશ્વાસન આપ્‍યું હતું. રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મહિલા - બાળ કલ્‍યાણમંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરિયાએ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી અજિતભાઇ ગણાત્રા અને એકઝીક્‍યુટીવ એડિટર નિમીષ ગણાત્રા, ગણાત્રા પરિવારના મોટા બહેન જૂનાગઢ નિવાસી મીનાબેન ચગ, ગણાત્રા પરિવારના જમાઇ સુનિલભાઇ રાયચુરા - નાસિક, દિપકભાઇ નાગ્રેચા - મુંબઇ સાથેની વાતચીતમાં સ્‍વર્ગસ્‍થ વીણાબેનના લાગણીશીલ, માયાળુ અને ધાર્મિક સ્‍વભાવની વાતો જાણી તેમના સદ્‌ગુણોની પ્રશંસા કરવા સાથે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. આ તકે ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, જાણીતા આયુર્વેદ નિષ્‍ણાંત ડો. જયેશ પરમાર, બેડી માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા, અકિલાના પરિવારના ડો. અનિલ દશાણી, આટકોટના પત્રકાર વિજય વસાણી વગેરે ઉપસ્‍થિત હતા. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(11:42 am IST)