Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ખેતી વિષયક ગણના અંગે સોમવારે અધીકારીઓની તાલીમ

રાજકોટ, તા.૪: ખેતી વિષયક ગણના ૨૦૨૧-૨૨' અન્‍વયે જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન તા.૬ સોમવારના રોજ સવારે ૧૦ કલાકથી બપોરના ૨ કલાક સુધી હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવેલુ છે. જે અન્‍વયે આ કામગીરી સાથે સંકળાયેલ તમામ મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ નાયબ મામલતદારો અને તલાટીઓ (મહેસૂલી તથા પંચાયત)ને આ તાલીમમાં અચૂકપણે ઉપસ્‍થિત રહેવા રાજકોટ જિલ્લા કલેકટરની યાદીમાં જણાવવામાં આવ્‍યુ છે.

 

(3:46 pm IST)