Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

માતા-પિતા ગુમાવ્‍યાના દુઃખ વચ્‍ચે વિશ્વા સૂચક CA ફાઉન્‍ડેશનમાં પ્રથમ

ન્‍યુ ગુરુકુલ કોચિંગ ઇન્‍સ્‍ટીટયુટનું પરિણામ ૬૦ ટકાથી વધારે

રાજકોટની વિશ્વા સૂચક, પોતાના માતા પિતા હયાત ન હોવા છતાં, ન્‍યુ ગુરૂકુલ કોચિંગ કોચિંગ ઇન્‍સ્‍ટિટ્‍યૂટના શિક્ષકોના સહયોગથી CA ફાઉન્‍ડેશનની એક્‍ઝામમાં, સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્‍થાન સાથે ૩૩૯/૪૦૦, ૮૪.૭૫%

રાજકોટની ન્‍યુ ગુરુકુલ કોચિંગ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ માં અભ્‍યાસ કરતી, CA ફાઉન્‍ડેશનની વિદ્યાર્થીનીએ ડિસેમ્‍બર ૨૦૨૨ માં લેવાયેલી એક્‍ઝામમાં પ્રથમ પ્રયાસે ઉતીર્ણ થઈ, સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબર મેળવી ૩૩૯/૪૦૦ સાથે ૮૪.૭૫% ટકા મેળવી, ન્‍યુ ગુરુકુળ કોચિંગ ઇન્‍સ્‍ટિટયૂટ અને સૂચક પરિવારનું ગૌરવ વધારેલ છે.

વિશ્વાને  એકાઉન્‍ટમાં ૯૬/૧૦૦, Economics ૯૩/૧૦૦,  QA ૮૧/૧૦૦,  Law ૬૯/૧૦૦ માર્ક્‍સ મેળવીને પોતાના પરિવાર તથા ન્‍યુ ગુરૂકુલ કોચિંગ ઇન્‍સ્‍ટિટયૂટ નું નામ રોશન કરેલ છે.

વિશ્વાના પિતા વર્ષ ૨૦૧૪માં, કેન્‍સરમાં મૃત્‍યુ પામ્‍યા હતા. ત્‍યારબાદ તેમની માતા ઉપર બધી જવાબદારી આવી પડી હતી, છતાં પોતાની પુત્રીને ન્‍યૂ ગુરુકુલ કોચિંગ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ અને નિર્મલા સ્‍કૂલમાં ભણાવી, તેની બધી જરૂરિયાતો પૂરી કરવા કોશિશ કરેલ.સીએ ફાઉન્‍ડેશન દરમિયાન, સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ માં, એકઝામ પહેલા વિશ્વના મમ્‍મીને હાર્ટ એટેક આવતા, અચાનક જ અવસાન થયું.

છતાં વિશ્વાએ હિંમત હાર્યા વગર પોતાના માતા પિતાની હયાતી ન હોવા છતાં, પોતાના ભાઈ, પરિવારજનો અને શિક્ષકોની હિંમત સાથે રાખી, સીએ ફાઉન્‍ડેશનમાં જળહળતું પરિણામ આપ્‍યું, આ માટે વિશ્વાને જેટલી સેલ્‍યુટ આપીએ એ ઓછી છે.

આ પહેલા, માર્ચ ૨૦૨૨ માં લેવાયેલી ધોરણ ૧૨ ની એક્‍ઝામમાં, વિશ્વાએ અત્‍યાર સુધીના બોર્ડના અત્‍યાર સુધીના બધા જ રેકોર્ડ બ્રેક કરી ૯૯.૯૯પીઆર અને ૯૭% સાથે બોર્ડ પ્રથમ આવી, ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને રાજકોટનું નામ ગુજરાત કક્ષાએ રોશન કરેલ છે.

આ તકે, વિશ્વાએ ન્‍યુ ગુરુકુલ કોચિંગ ઇન્‍સ્‍ટિટ્‍યૂટના સંચાલક નિકુંજ ચનાભટ્ટી, શિક્ષક ગણ અને અને ન્‍યુ ગુરુકુલ પરિવારનો આભાર વ્‍યક્‍ત કરેલ.

(3:53 pm IST)