Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સીએ ઈન્‍ટરનાં કોસ્‍ટિંગ વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ મેળવી ઈતિહાસ સર્જતો રિશીત

પતંજલિ ઈન્‍સ્‍ટીટયુટના વિદ્યાર્થી

 

રાજકોટઃ તાજેતરમાં જાહેર થયેલા સીએના પરિણામોમાં રાજકોટની પતંજલિ ઇન્‍સ્‍ટિટયૂટનાં વિદ્યાર્થી રિશીત પાનસુરીયાએ સીએ પરીક્ષાઓમાં જવલ્લે જ મળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

રિશીતે સીએ ઇન્‍ટરનાં ફર્સ્‍ટ ગ્રુપમાં કઠિન ગણાતા વિષય કોસ્‍ટિંગમાં પ્રથમ પ્રયત્‍ને૧૦૦માંથી પૂરા ૧૦૦ ગુણ પ્રાપ્ત કરી ઇતિહાસ સર્જ્‍યો છે. સમગ્ર રાજકોટમાં સીએ પરીક્ષાઓમાં કોઈપણ વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરવાના બહુ જૂજ કિસ્‍સાઓમાં રિશીતનું નામ અંકિત થઈ ગયું છે. રાજકોટ સેન્‍ટરમાં સીએ પરીક્ષાઓમાં કોઈ એક વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરનાર રિશીત માત્ર બીજો જ વિદ્યાર્થી છે.

આ પહેલા વર્ષ ૨૦૧૧માં પતંજલિના જ વિદ્યાર્થી અને હાલ બિગ ફોર સીએ ફર્મ ડેલોઇટ્‍સમાં સિનિયર પાર્ટનર તરીકે ફરજ બજાવતા સીએ. નિરવ કારીયાએ સીએ ઇન્‍ટરનાં જો એડવાન્‍સ એકાઉન્‍ટ વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરવાની અભૂતપૂર્વ સફળતા હાંસલ કરેલી.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે પતંજલિ ઇન્‍સ્‍ટિટયૂટ સીએ કોચિંગ ક્ષેત્રે છેલ્લા વીસ વીસ વર્ષથી સતત સર્વોતમ પરિણામ આપતી રાજકોટની અતિ પ્રતિષ્‍ઠિત સંસ્‍થા છે. સમાજના તમામ વર્ગ ને પોષાય તેવી વાજબી ફી સાથે શ્રેષ્‍ઠ ફેકલ્‍ટી ટીમ, લેટેસ્‍ટ મટીરીયલ અને સંચાલકો દ્વારા અંગત રસ લઈ અપાતા શિક્ષણને લીધે છેલ્લા બબ્‍બે દાયકાથી સીએ પરિણામોમાં સંસ્‍થાના વિદ્યાર્થીઓ ઉજ્જવળ દેખાવ કરી જ્‍વલંત સફળતા હાંસલ કરી રહ્યા છે.

સંસ્‍થામાં ચાલતા કોર્સિસ અને એડમિશન માટે મો.૭૦૪૩૬ ૭૦૦૭૦ પર સંપર્ક કરવા સંસ્‍થાની યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)