Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કાલે રવિવારે સવારે ૬.૩૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સાયકલોફનનું

નાના બાળકોનું ધ્‍યાન રાખવા તેના માતા-પિતા પણ તેની સાથે જ રહી ખાસ સાયકલિંગ કરે તેવી અપીલઃ બહુમાળી ભવનમાં અથવા ચબુતરા ગ્રાઉન્‍ડમાં કાર પાર્કિગની વ્‍યવસ્‍થાઃ રેસકોર્ષ સંકુલમાં કાર પાર્કિગ રહેશે નહી

રાજકોટઃ તંદુરસ્‍ત રાજકોટ-સ્‍વસ્‍થ રાજકોટના ઉદેશને ચરિતાર્થ કરવા આ વર્ષે કોર્પોરેશન, રોટરી મીડટાઉન કલબ, સ્‍વનિર્ભર શાળા સંચાલન મંડળ અને રાજકોટ સાયકલ કલબના સંયુકત ઉપક્રમે આવતીકાલે રવિવારે સવારે ૬.૩૦ કલાકે રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે સાયકલોફનનું આયોજન કરાયુ છે આયોજકોએ ભાગ લેનારા સાયકલીસ્‍ટો તેમજ બાળકો સાથે આવનારા વાલીઓ માટે ખાસ સુચનો જાહેર કર્યા છે.

સાયકલોફનના આયોજકોના જણાવ્‍યા મુજબ, નાના બાળકોનું ધ્‍યાન રાખવા તેના માતા-પિતા પણ તેની સાથે જ રહી ખાસ સાયકલિંગ કરે તેવા આગ્રહ સાથે ખાસ સુચના અપાઇ છે. આ સાયકલોફનમાં લોકોની સલામતી માટે રાજકોટ પોલીસનો ૧૪ એસીપી, ૨ પીઆઇ, ૩ પીએસઆઇ, ૧૧૯ પોલીસ, ૨૯૧ ટીઆરબી, ૧૯૩ હોમગાર્ડઝ સહિત ૫૦૦થી વધારે જવાનોનો સ્‍ટાફ ખડે પગે રહી ફરજ બજાવશે. ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેના માટે બહુમાળી ભવનમાં અથવા ચબુતરા ગ્રાઉન્‍ડમાં કાર પાર્કિગની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે જયાં બાળકો સાથે આવેલા વાલીઓ તેની કાર પાર્ક કરવા વિનંતી કરાઇ છે. રેસકોર્ષ સંકુલમાં કાર પાર્કિંગ રહેશે નહી જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે. જયારે ટુ વ્‍હીલર રીંગરોડ ઉપર અને આજુબાજુ નડતરૂપ ન થાય તે રીતે પાર્કિંગ કરવાના રહેશે. કિટ વિતરણ રોટરી મીડટાઉન લાઇબ્રેરી એથી મેળવી લેવાની એક યાદીમાં જણાવાયુ છે.

(4:03 pm IST)