Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

પરસાણાનગરમાં પતિ પાસે લીધેલા રૂા.ર૦૦ માગતા વિધિબેનને પિતરાઇભાઇ ખોડુ વાઘેલાએ મારમાર્યો

‘તારાથી મને કહેવાયજ કેમ કે પૈસા પાછા આપી દે' કહી પરિણીતાને નાક પર મુક્કો મારી દીવાલમાં માથુ ભટકાડયું

રાજકોટ તા. ૪ : શહેરના પરસાણાનગરમાં માતાના ઘરે ગયેલી પરિણીતાએ પતિ પાસેથી લીધેલા રૂા.ર૦૦ પરત માંગતા તેના કૌટુંબીક ભાઇએ ઉશ્‍કેરાઇને પરિણીતાને નાકના ભાગે મુક્કો મારી દીવાલ સાથે માથુ ભટકાડી ઇજા કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ, રામાપીર ચોકડી પાસે રાણીમાં રૂડીમાં ચોકમાં રહેતી અને સફાઇ કામદાર તરીકે નોકરી કરનાર વિધિબેન મિતેશભાઇ વાઘેલા ઉ.રર દ્વારા પ્રદ્યુમનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરીયાદમાં આરોપી તરીકે પરસાણાનગર શેરી નં. છમાં રહેતા મામાના પુત્ર ખોડુ ભીખુભાઇ વાઘેલાનુ નામ આપ્‍યું છે. ફરીયાદમાં જણાવ્‍યું હતું કે ગઇકાલ રાત્રીના તે પોતાના માતાના ઘરે હતી ત્‍યારે પાડોશમાં રહેતો મામાનો પુત્ર ખોડુ ઘરે આવ્‍યો હતો જેથી તેને જમવા બેસી જવાનું કહ્યું હતું દરમિયાન પરિણીતાએ તેને કહ્યું હતું કે તારા બનેવી પાસેથી તે પૈસા લીધા છે તે બાબતે તેઓ મને સંભાળવતા હોય છે જેથી તુ પૈસા આપી દે જે આ સાંભળી ખોડુ ઉશ્‍કેરાયો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્‍યો હતો બાદમાં તેને સમજાવતા તે ઘરે ચાલ્‍યો ગયો હતો.

ત્‍યારબાદ તેફરી ઘરે આવ્‍યો હતો અને કહ્યું હતું કે, તું ઘરે આવ મારી મમ્‍મી વાત કરવા માંગે છે જેથી વિધિબેન અહી ઘરે જતા ખોડુએ ઉશ્‍કેરાઇ ગાળો આપી નાક પર મુકો મારી દીધો હતો. તેમજ દીવાલમાં માથા ભટકાડયા હતા તેમજ ધમકી આપી હતી કે તારાથી મને કહેવાય જ કેમ કે પૈસા પાછા આપી દે તુ જો મારા વિરૂધ્‍ધ ફરીયાદ કરીશ તો છરીના ઘોદા મારી દઇશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો બાદમાં પરીણીતાને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી ત્‍યારબાદ તેણે આ ફરીયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્‍યું હતું કે પીતરાઇ ભાઇએ પતિ પાસેથી રૂપીયા ર૦૦ ઉછીના લીધા હોય જે પરત આપવાનું કહેતા તેણે માર મારી ધમકી આપી હતી.

(4:15 pm IST)