Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

વેરો સ્‍વીકારવા મનપા આપના આંગણેઃ મોબાઇલ વાન શરૂ

વેરા વસુલાત શાખાએ ૭ નળ કાપ્‍યા : ૬૦ ને ટાંચ જપ્‍તીની નોટીસ

રાજકોટ : મિલ્‍કત વેરા બાકીદારો સામે મનપા આકારી કાર્યવાહી કરી રહી છે. જે અન્‍વયે આજરોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ર૦ મિલ્‍કતોને સીલ કરેલ તથા ૭ નળ કનેકશન કપાત તથા ૬૦ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ અપાયેલ. જયારે રૂા. ૭૦.૩૧ લાખ રીકવરી કરવામાં આવેલ. વર્ષ ર૦રર-ર૩ ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત.

વોર્ડ નં. પ માં ભાવનગર રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલ.

વોર્ડ નં. ૬ માં પરશુરામ ઇન્‍ઙ એરીયામાં ૪ યુનિટને નોટીસ આપેલ., દિનદયાલ ઇન્‍ઙ એરીયામાં ૪ યુનિટને નોટીસ આપેલ.

વોર્ડ નં. ૭ માં ગોંડલ રોડ પર આવેલ સાગર-આર્કેડ' માં ૪ યુનિટને નોટીસ આપેલ., લોહાનગર મેઇન રોડ પર આવેલ ધન-લક્ષ્મી કોમ્‍પ્‍લેક્ષ' ૩ યુનિટ સીલ., ગોંડલ રોડ પર આવેલ શિવાલીક-પ' માં ૧ યુનિટ સીલ.

વોર્ડ નં. ૧પ માં કિશાન ઔદ્યોગિક વિસ્‍તારમાં ૪ યુનિટને નોટીસ. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટર દ્વારા આસી. કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીનો કામગીરી ચાલુ છે.

જયારે મહાનગર પાલીકા દ્વારા કરદાતાઓ ઘર આંગણે મિલ્‍કત વેરો, પાણી ચાર્જીસની રકમ ભરપાઇ કરી શકે તે માટે મોબાઇલ રીકવરી વાન ચાલુ કરવામાં આવેલ છે. કરદાતાઓ પોતાના વેરાની રકમ સ્‍થળ પર જ ચેકથી ભરપાઇ કરી શકશે અને રીસીપ્‍ટની કોપી તાત્‍કાલીક કરદાતા દ્વારા આપવામાં આવેલ વોટસઅપ મોબાઇલ નંબર પર પીડીએફ ફોરમેટમાં મોકલી આપવામાં આવે છે.

આ સેવામાં આજ રોજ માધાપર ગામ વિસ્‍તાર વાવડી ઇન્‍ઙ વિસ્‍તાર તથા કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારમાં બપોરે ૧ કલાક સુધીમાં કુલ ૧૯ કરદાતાઓએ રકમ રૂા. ૪.૯૭ લાખ વેરો ભરપાઇ કરી આ સુવિધાનો લાભ લીધેલ છે.

 

(3:42 pm IST)