Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

શિક્ષણ તથા રીસર્ચ માટે સ્કલોરશીપઃ એન્જીનીયરીંગ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવો

કેમેસ્ટ્રી/મટીરીયલ સાયન્સમાં માસ્ટરડીગ્રી તથા ફલુઇડ/થર્મલ એન્જીનીયરીંગમાં વિશેષતા સાથે મિકેનિકલ એન્જી.માં બી.ટેક., એમ.ટેક., એમ.ઇ. ડીગ્રી ધારકો માટે ફેલોશીપ : એન્જીનીયરીંગના વિવિધ ક્ષેત્રો-બ્રાન્ચમાં યોગદાન આપનાર માટે લાખેણો એવોર્ડ

રાજકોટ તા. ૪ : હાલના સમયમાં ઉચ્ચ શિક્ષણ તથા સમાજોપયોગી સંશોધનનું મહત્વ દિવસે-દિવસે ખૂબ વધતું જાય છે. શિક્ષિત વ્યકિત અને સંશોધકને લોકો ખૂબ આદરથી તથા માનપૂર્વક જોતા હોય છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે તથા જરૂરીયાત મુજબનું સંશોધન કરવા માટે હાલમાં ફેલોશીપ પણ મળી રહી છે., જેનીઉપર એક નજર કરીએ તો....

 IIT શેપડ ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી શેપડ દ્વારા માસ્ટર ડીગ્રી ધારકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ફેલોશીપ અંતર્ગત પસંદ થનાર ઉમેદવારે ''ડેવલયમેન્ટ ઓફ પોરસ મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્કસ (MOF) ફોર કેટેલિટીક કન્વર્ઝન ઓફ કાર્બન ડાયોકસાઇડ ટુ ફાઇન કેમિકલ્સ'' નામના પ્રોજેકટ ઉપર કામ કરવાનું થશે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારો કેમેસ્ટ્રી/મટીરીયલ સાયન્સમાં માસ્ટર ડીગ્રી ધરાવતા હોય અથવા તો તેને સમકક્ષ ડીગ્રી હોય અને યુજીસી/સી.એસ.આઇ.આર.-નેટ અથવા ગેટ સાથે પ્રથમ વર્ગ (૧૦માંથી ૬.પ ગ્રેડ પોઇન્ટ) કે ૬૦ ટકા ધરાવતા હોય તેઓ તારીખ ૯/પ/ર૦ર૧ સુધીમાં માત્ર ઇમેઇલ દ્વારા અરજી કરી શકે છે.એસ.સી.કે એસ.ટી. કેટેગરીના ઉમેદારો માટે પપ ટકા જરૂરી છે. પસંદ થનાર ઉમેદવારને ડી.એસ.ટી.ના નિયમો મુજબ ફેલોશીપ મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/DCF2

 લાઇફ ટાઇમ કન્ટ્રીબ્યુશન એવોર્ડ ઇન એન્જીનીયરીંગ ર૦ર૧ અંતર્ગત ઇન્ડિયન નેશનલ એકેડમી ઓફ એન્જીનીયરીંગ (INAE) પ્રખ્યાત એન્જીનીયર્સ (INAE ફેલો)  પાસેથી લાઇફ ટાઇમ કન્ટ્રીબ્યુશન એવોર્ડ ઇન એન્જીનીયરીંગ ર૦ર૧ માટે અરજીઓ મંગાવે છે. આ પુરસ્કાર/ઇનામનો હેતુ એકેડેમીના ક્ષેત્રમાં એન્જીનીયરીંગની કોઇપણ શાખામાં પ્રતિષ્ઠિત લોકો દ્વારા કરવામાં આવેલ આજીવન યોગદાનનો ઓળખવાનો છે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ભારતીય ઉમેદવારો INAE ફેલો તરીકે કાર્ય કરે છે. પરંતુ પુરસ્કારના વર્ષ દરમ્યાન INAEકાઉન્સિલના સભ્ય નથી. ઉપરાંત ઉમેદવારોએ એન્જીનીયરીંગ/ એન્જીનીયરીંગ રીસર્ચ/એન્જીનીયરીંગ એજયુકેશન/ટેકનોલોજી ડેવલપમેન્ટે એન્જીનીયરીંગ સર્વિસીઝ અથવા મેનેજમેન્ટના ક્ષેત્રમાં એક વિશિષ્ટ યોગદાન આપ્યું હોવું જોઇએ કે જેનાથી દેશની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઇ હોય અને જેમને દેશમાં ટેકનોલોજીકલ એકસલન્સમાં લેન્ડમાર્ક માનવામાં આવતું હોય. પસંદ થનાર ઉમેદવારોને પાંચ લાખ રૂપિયા રોકડા અને એક પ્રશસ્તીપત્ર આપવામાં આવશે. તારીખ ૧પ/પ/ર૦ર૧ સુધીમાં માત્ર પોસ્ટ દ્વારા અરજી કરી શકાય છે.

-અરજી તથા વિગતો જાણવા માટેની લીંક

www.b4s.in/akila/FCA7

 NIT મેઘાલય ડીપાર્ટમેન્ટ ઓફ મિકેનિકલ એન્જીનીયરીંગ જુનિયર રીસર્ચ ફેલોશીપ (JRF) ર૦ર૧ અંતર્ગત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી મેઘાલય માસ્ટર ડીગ્રી ધારકો પાસેથી અરજીઓ મંગાવે છે. આ ફેલોશીપ ''ડેવલપમેન્ટ ઓફ અનોવેલ સોલાર-ડ્રીવન ડેડીકેટેડ આઉટડોર એર સિસ્ટમ (DOAS) ફોર સ્પેસ હીટીંગ એન્ડ લિકવીડ ડેસીકેન્ટડી હયુમિડીફેકેશન વિથ ડાયરેકટ/ ઇનડાયરેકટ કોન્ટેકટ હીટ/માસ એકસચેન્જર્સ ફોર મેઘાલય રીજીયન'' નામના પ્રોજેકટ હેઠળ કામ કરવા માટે આપવામાં આવે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

ર૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા જે ઉમેદવારો પાસે ઓછામાં ઓછા ૬૦ ટકા સાથે ફલુઇડ/થર્મલ એન્જીનીયરીંગમાં વિેષીકરણ સાથે મિકેનિકલ એન્જીનીયરીંગમાં એમ.ટેક/એમ.ઇ.અથવા બી.ટેકની ડીગ્રી હોય અથવા માસ્ટર ડીગ્રીમાં સમકક્ષ ટકા મેળવ્યા હોય(અથવા બેચરલ ડીગ્રીમાં ૭પ ટકા કે સમકક્ષ હોય) અને ગેટ કવોલિફાઇડ હોય તેવા ઉમેદવારો તારીખ ૬/પ/ર૦ર૧ સુધીમાં માત્ર ઇમેઇલ દ્વારા અરજી કરી શકે છે. પસંદ થનાર ઉમેદવારને માસિક ૩પ હજાર રૂપિયા સુધીની ફેલોશીપ મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/TMM8

ઉજજવળ કારકિર્દિ બનાવવા માટે અને ઉચ્ચ શિક્ષણ લેવા માટે હાલમાં ઉપયોગી સ્કોલરશીપ મળી રહી છે. યોગ્ય લાયકાત સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છુટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે સૌને  બેસ્ટ ઓફ લક

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(12:01 pm IST)