Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

વાલ્મિકીનગરમાં પગના દુઃખાવાથી કંટાળી જઇ ગોૈતમભાઇ વાઘેલાએ આપઘાત કર્યો

૫૪ વર્ષના પ્રોૈઢે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૪: જામનગર રોડ શેઠનગર પાછળ વાલ્મિકીનગરમાં રહેતાં ગોૈતમભાઇ ભાવજીભાઇ વાઘેલા (ઉ.વ.૫૪)એ પંખાના હુકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ગોૈતમભાઇએ રાતે અગિયારેક વાગ્યે એક પુત્રને પોતાને વિમલ ખાવી છે, લઇ આવ તેમ કહેતાં પુત્રએ અત્યારે દૂકાન બંધ હોઇ તેમ કહ્યું હતું અને તે ઘરમાં જતો રહ્યો હતો. એ પછી બીજો પુત્ર પાણી પીવા ગયો ત્યાં ગોૈતભાઇ રૂમમાં જઇ દરવાજો બંધ કરી લટકી ગયા હતાં. દરવાજો તોડી તેમને બેભાન હાલતમાં નીચે ઉતારી ક્રાઇસ્ટ હોસ્પિટલે અને ત્યાંથી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. સંજયભાઇ દાફડા અને પ્રદિપભાઇ કોટડે જરૂરી કાર્યવાહી કરી હતી. પગના દુઃખાવાથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

(3:24 pm IST)
  • હિંસા કેમ થાય છે ? મમતાની સરકાર પાસે મોદી સરકારે રિપોર્ટ મગાવ્યો :ચૂંટણી પછીની શરૂ થયેલ હિંસા અંગે પશ્ચિમ બંગાળ સરકાર પાસે રિપોર્ટ મંગાવતી કેન્દ્ર સરકારઃચૂંટણી પરિણામો બાદ પશ્ચિમ બંગાળમા ઠેર ઠેર થઈ રહેલા તોફાનો મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ મંગાવ્યો છે. access_time 3:18 pm IST

  • ચુંટણીઓ પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨૦ થી ૨૫ પૈસાનો વધારો ઝીંકાયો : દેશના પાંચ રાજયોમાં ચુંટણી પુરી થતાંવેંત જ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં ૨૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૫ પૈસાનો વધારો થયો છે. access_time 10:38 am IST

  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં ૪૧.૨ ડિગ્રી : તાપ અને બફારા વચ્ચે ૧૪ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્ના છે. હવામાન વિભાગ કહે છે હજુ ઍકાદ - બે દિવસ ૪૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે : બાદ ૧ થી ૨ ડિગ્રી વધવા સંભવ access_time 5:48 pm IST