Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

સગીરા ઉપરના દુષ્કર્મના ગુનામાં પકડાયેલ આરોપીઓનો જામીન પર છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ,તા. ૪: અત્રે સગીરા પર દુષ્કર્મના ગુન્હામાં ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીઓની ધરપકડ બાદ જામીન અરજી કરતો જામીન પર છોડવાનો સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

ભોગ બનનાર (સગીરા)ના માતા એટલે કે મુળ ફરિયાદીએ રાજુભાઇ ઉર્ફે લાલો મેરામભાઇ નેત્રા ગોહીલ તથા વિક્રમ ઉર્ફે વિપુલ બોધા વસાણીએ ફરીયાદીની સગીર પુત્રી સાથે સગીરની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની રાજકોટના થોરાળા પો. સ્ટે માં આઇ. પી. સી. કલમ- ૩૬૩, ૩૭૮, ૫૦૬(૨) તથા પોકસોની કલમ-૪ તથા ૬ વિગેરે મુજબની ફરીયાદ કરેલ જેમાં તા. ૧૩/૬/૨૦૧૬ ના રોજ પોકસોની કલમ-૧૭ નો ઉમેરો કરવામાં આવેલ તથા તપાસ દરમ્યાન કાનજી ઉર્ફે કાનો વીરાભાઈ મીઠાપરા તથા રેખાબેન કાનજી ઉર્ફે કાનો મીઠાપરાનું મદદગારીમાં નામ ખુલેલ જેમાં તપાસ કરનાર અધિકારી દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલ જેમાં કાનજી ઉર્ફે કાનો વીરાભાઈ મીઠાપરા તથા રેખાબેન કાનજી ઉર્ફે કાનો મીઠાપરા નાસતા ફરતા દર્શાવેલ હતા જેની તા. ૧૭/૦૪/૨૦૨૧ ના રોજ થોરાળા પો. સ્ટે ના અધિકારી દ્વારા ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવેલ.

ત્યારબાદ કાનજી ઉર્ફે કાનો વીરાભાઈ મીઠાપરા તથા રેખાબેન કાનજી ઉર્ફે કાનો મીઠાપરાની એડી. ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં જામીન અરજી ગુજારતા આરોપીઓના વકીલની દલીલો માન્ય રાખી બન્ને આરોપીઓને કોર્ટે જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ આ કામમાં આરોપીઓ કાનજી ઉર્ફે કાનો વીરાભાઈ મીઠાપરા તથા રેખાબેન કાનજી ઉર્ફે કાનો મીઠાપરા વતી રાજકોટના ધારાશાસ્ત્રી પાર્થ ડી. પીઠડીયા, પ્રતિક ડી. રાજયગુરૂ, કરણસિંહ એ. ડાભી, કુલદીપ પી. રામાનુજ, દેવાંગ વી.ભટ્ટ. મહિપાલ એમ. સબાડ, જયદેવ એસ. શેખડા તથા જીજ્ઞેશ સી. પંડયા રોકાયેલ હતા.

(3:27 pm IST)