Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મ.ન.પા. કચેરી ખૂલતાની સાથે જ જન્મ-મરણ પ્રમાણપત્રો માટે લાઈનો લાગીઃ વ્યવસ્થા તૂટતા દેકારો

રાજકોટઃ શનિ અને રવિ, સોમ એમ ત્રણ દિવસ સુધી જન્મ-મૃત્યુ નોંધના પ્રમાણપત્રો નહી મળતા આજે કચેરી ખુલતાની સાથે જ મ.ન.પા.ના સિવીક સેન્ટરોમાં જન્મ-મૃત્યુ નોંધના પ્રમાણપત્રો લેવા અરજદારોની લાંબી લાઈનો લાગી હતી. નોંધનીય છે કે જન્મ-મૃત્યુ નોંધના પ્રમાણપત્ર ઓનલાઈન આપવાની પદ્ધતિ શરૂ કરવા માટે રાજ્ય સરકારે જ ત્રણ દિવસ સુધી કામ બંધ રાખેલ હતું અને આજથી કામગીરી શરૂ થતા જ સર્વર ડાઉન થઈ ગયુ હતુ જેના કારણે ૧ કલાક સુધી કામગીરી અટકી હતી અને બીજી તરફ અરજદારોની લાંબી લાઈનો લાગવા માંડતા થોડીવાર માટે વ્યવસ્થા તૂટી ગયેલ અને દેકારો બોલી ગયો હતો. જો કે બાદમાં પરિસ્થિતિ થાળે પડી ગયેલ. તસ્વીરમાં જન્મ-મૃત્યુ નોંધના પ્રમાણપત્રો માટે અરજદારોની લાંબી લાઈનો નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:29 pm IST)
  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST

  • પુડુચેરીમાં ડખ્ખા શરૂ :૬ સભ્યો જ હોવા છતાં ભાજપ મુ.મંત્રી પદ માગે છે : પ્રથમ દિવસે જ પુડુચેરીમાં ભાજપ અને સ્થાનિક પક્ષો વચ્ચે ડખ્ખો શરૃઃ પુડુચેરીમાં સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરી ભાજપ સત્તા પર આવી રહ્યો છે ત્યારે સત્તાની વહેંચણી બાબતે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું છે. ભાજપે માત્ર ૬ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીપદ માગતા ભાજપના મોરચામાં મતભેદો સર્જાયા છે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 3:19 pm IST

  • આઈપીએલના બાકીના મેચો મુંબઈમાં જ રમાશે? : સપ્તાહના અંતિમ આઈપીએલના બાકી રહી ગયેલા મેચો હવે મુંબઈ ખાતે જ રમાડવામાં આવે તેવી શકયતા કોરોનાની મહામારીના પગલે આ નિર્ણય લેવાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. access_time 10:39 am IST