Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મોહનભાઇ કુંડારીયાની ગ્રાન્ટમાંથી મ.ન.પા.ને ૪ લાખનાં ખર્ચે ત્રણ એમ્બ્યુલન્સ અર્પણ

ત્રણ નવી મળી કુલ ૧પ એમ્બ્યુલન્સ કાર્યરત : સાંસદનો આભાર માનતા પદાધિકારીઓ

રાજકોટ :  હાલની કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટના માન.સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ રૂ.૩૫.૮૨ લાખના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાને આજ તા.૦૪/૦૫/૨૦૨૧ના રોજ ૩ એમ્બ્યુલન્સ ફાળવેલ છે. જે પૈકી ૨ ફોર્સ તથા એક ટાટા કંપનીની એમ્બ્યુલન્સ ફાળવેલ છે. હાલમાં કોર્પોરેશન પાસે ૧૨ એમ્બ્યુલન્સ કાર્યરત છે. તેમાં ૩ એમ્બ્યુલન્સનો વધારો થતા કુલ ૧૫ એમ્બ્યુલન્સ થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સનો વધારો થતા રાજકોટ શહેરના નગરજનોને તેનો લાભ મળશે. માન.સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ રાજકોટ મહાનગરપાલિકાને ૩ એમ્બ્યુલન્સ ફાળવવા બદલ મેયર ડૉ. પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, અગ્નિશામક દળ કમિટીના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળાએ આભાર વ્યકત કરેલ હતો.

(3:30 pm IST)