Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કોંગી અગ્રણી મહેશ રાજપૂતની આગેવાનીમાં સિવિલ હોસ્પિટલમાં સેવાયજ્ઞ : દર્દીઓને પાણી વિતરણ

રાજકોટ : કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે દરેક લોકો પોતાનાથી બનતી સેવા આપે ને દર્દીને એમના પરિવજનોને રાહત મળી રહે એ આશયથી ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડાના આહવાન અને પ્રેરણાથી શ્રી ભાર્ગવ પઢીયાર સ્ટેટ કોર્ડીનેટર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા એક સેવાયજ્ઞ શરૂ કરાયો છે જે અંતર્ગત આજે મંગળવારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે પીવાના પાણીની બોટલનું વિતરણ કરવામાં આવેલ તે સમયે નિશાંત પોરીયા, સંકેત રાઠોડ, રાજ મકવાણા, સવજીભાઇ ભંડેરી, ગૌરવ ચૌહાણ હાજર રહેલ. તે વખતની તસ્વીર.

(3:31 pm IST)
  • ચુંટણીઓ પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨૦ થી ૨૫ પૈસાનો વધારો ઝીંકાયો : દેશના પાંચ રાજયોમાં ચુંટણી પુરી થતાંવેંત જ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં ૨૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૫ પૈસાનો વધારો થયો છે. access_time 10:38 am IST

  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • પાંચમીએ ભાજપના મોટા પાયે રાષ્ટ્રવ્યાપી ધરણા પૂર્વે આવતીકાલે ૪ મે થી બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે જે.પી.નડ્ડા દોડયા : ચૂંટણીઓ પુરી થયા પછી પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા અને તોફાનોના પગલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મંગળવારથી પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યાનું જાણવા મળે છે. access_time 12:06 am IST