Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

આજથી દરરોજ ૧૨૦૦ કેન્દ્રો પર સવા બે લાખ યુવાઓને વિનામૂલ્યે વેકસીન : ભૂપત બોદર

રપ જેટલી સાઇટો પર દરરોજ સાંજે રજીસ્ટ્રેશન : રાજકોટ જિલ્લામાં રસીકરણને વેગ

રાજકોટ તા. ૪ : રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરની યાદીમાં જણાવ્યા મુજબ આજે ૪ જુનથી ૧૮ થી ૪૪ વર્ષના લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવા અભિયાન હાથ ધરાયુ છે. દરરોજ ૨૫ જેટલી વેકસીનેશન સાઇટ ઓનલાઇન (http://www.cowin.gov.in) ખુલશે. જેમાં સાંજે પ થી બુકીંગ થઇ શકશે. દરેક વેકસિન સાઇટ પરથી દરરોજ ૨૦૦ લોકો કે જેમણે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને એસ.એમ.એસ. દ્વારા તેમના વેકસીનેશન માટેનું સ્થળ, સમય, સ્લોટની જાણ કરાશે. અત્યાર સુધી ૧૦ શહેરોમાં ૧૮ થી ૪૪ ની વયજુથના સવા લાખ યુવાઓને વેકસીન અપાઇ ચુકી છે. યુવાઓમાં વેકસીનેશન અંગે જોવા મળેલ ઉત્સાહને વેગ આપવા હવે રાજય સરકાર દ્વારા ૪ જુનથી સવા બે લાખ યુવાઓને દરરોજ ૧૨૦૦ કેન્દ્રો પરથી વિનામુલ્યે વેકસીન અપાશે. તેમ ભુપતભાઇ બોદરે જણાવી યુવા વર્ગને વધુ પ્રમાણમાં રસીકરણ ઝુંબેશ બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યકત કરેલ છે.
 

(11:52 am IST)