Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ખીજડાવાળા રોડ પર દુકાનમાં ચાર અને બેડી નજીક બે જુગાર રમતા પકડાયા

માલવીયાનગર પોલીસે ચાર અને કુવાડવા પોલીસે બેની ધરપકડ કરી

રાજકોટ,તા. ૪ : ખીજડાવાળા મેઇન રોડ પર પ્રફુલ ડીઝીટલ નામની દુકાનમાંથી માલવીયાનગર પોલીસે ચાર વેપારીને અને બેડી નજીક કુવાડવા રોડ પોલીસે બે શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ખીજડા વાળા મેઇન રોડ પર આવેલી એક દુકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા પી.આઇ. કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા, યુવરાજસિં, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મહેશભાઇ, રોહીતભાઇ તથા હિતેષભાઇ અગ્રાવત સહિતે દરોડો પાડી ખીજડાવાળા મેઇન રોડ પર આવેલી પ્રફુલ ડીઝીટલ નામની દુકામાં તીનપતીનો જુગાર રમતા વેપારી દીલીપસિંહ ઘનુભા જાડેજા (રહે. માયાણીનગર શેરી નં. ૫ ખીજડાવાળા રોડ), વેપારી પરેશ ઉર્ફે મામો બહાદુરભાઇ મકવાણા (રહે. રાધાનગર મેઇન રોડ રાજનગર ચોક પાસે), વેપારી જયપાલસિંહ પ્રતાપસિંહ રાણા (રહે. ચંદ્રેશનગર શેરી નં. ૮/૧૦ મવડી પ્લોટ), અને વેપારી રામજી દેવશીભાઇ પરમાર (રહે. અમરનગર -૨ શેરી નં. ૯ મવડી રોડ)ને પકડી લઇ રૂ. ૩૫,૬૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. અને ચારેય સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે બીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.જી.રોહકીયા, એ.એસ.આઇ હિરેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ. અરવિંદભાઇ, કિશોરભાઇ, જયંતીભાઇ, વિરદેવસિંહ, મુકેશભાઇ, જી.આર.ડી વિક્રાંતભાઇ, સંદિપભાઇ તથા મનવીરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે એ.એસ.આઇ હિતેન્દ્રસિંહ અને મુકેશભાઇને બાતમી મળતા બેડી ગામથી હડમતીયા જવાના રસ્તે બાવળની ઝાડી પાસે દરોડ પાડી તીનપતીનો જુગાર રમતા રમેશ પ્રેમજીભાઇ મકવાણા (ઉવ.૩૦) (રહે. બેડીગામ), અને મહેશ દેવજીભાઇ ઉબળીયા (ઉવ.૨૮)  (રહે.બેડીગામ)ને પકડી લઇ રૂ. ૫,૭૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:33 pm IST)