Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

આટકોટના જંગવડ પાસેથી ટ્રકમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 5412 બોટલ સાથે મૂળ માધવપુરના મહંમદખાન બેલીમને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્ય

16.23.600ના દારૂ અને ટ્રક સહીત 26 લાખથી વધુનો મુદામાલ જપ્ત : અન્ય એક આરોપીને પકડવાનો બાકી

રાજકોટ : રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા ,થા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમારનાઓએ પ્રોહી, જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સૂચના કરતા પોલીસ ઇન્સ,એ,આર,ગોહિલની રાહબરી હેઠળ એલસીબી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા

 દરમિયાન પો.હે.કોન્સ.નિલેશભાઈ ડાંગર તથા પો.કોન્સ.દિવ્યેશભાઈ સુવા  તથા પો. કોન્સ ,કૌશિકભાઈ જોશીનાઓને મળેલ બાતમીના આધારે જસદણ તાલુકાના આટકોટ પોલીસ, સ્ટેશન હેઠળના જંગવડ ગામે રોડ ઉપરથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ભરી વહન કરી પસાર થનાર ટ્રક  નં. GJ-11-W-4412 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ.5412 જેની કિંમત 16.23.600 અને ટ્રક સાથે મળીને કુલ 26.30.430ના મુદામાલ સાથે આરોપી મહમદખાન ઈબ્રાહીમખાન બેલીમ જાતે મુસ્લિમ ( પઠાણ ) ( ઉ,વ, 45 ) ધંધો ડ્રાંઈવિંગ રહે,મૂળ માધવપુર ગામ પંચાયત ઓફિસ પાસે તા, જી, પોરબંદર )ને હસ્તગત કર્યો છે

 આ સિવાય તપાસમાં ખુલ્યા બાદ રાજનકુમાર સવદાસભાઇ કરગતીયા ( રહે,ફૂલનાથ નગર ટીંબાવાળી જૂનાગઢ ) ને પકડવા બાકી જાહેર કરેલ છે

 આ કામગીરીમાં એલસીબી રાજકોટ ગ્રામ્ય પોલીસ, ઇન્સ, એ,આર , ગોહિલ તથા પો. સબ. ઇન્સ.વી.એમ.કોલાદરા .પો.હ.કોન્સ.મહેશભાઈ જાની .તથા પો.હે.કોન્સ.મહિપાલસિંહ જાડેજા. પો.કોન્સ.અનિલભાઈ ગુજરાતી.પો.હે.કોન્સ.નિલેશભાઈ ડાંગર.પો.હેડ. કોન્સ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા પો.કોન્સ.રહીમભાઈ દલ .પો.કોન્સ.દિવ્યેશભાઈ સુવા.કૌશિકભાઈ જોશી. પ્રણયભાઈ સાંવરીયા .રસિકભાઈ જમોડ.ભાવેશભાઈ મકવાણા.નરેન્દ્રભાઈ દવે. અમુભાઈ વીરડા.અનિરુદ્ધભાઈ જાડેજા. સાહિલભાઈ ખોખર જોડાયા હતા

(11:09 pm IST)