Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાજકોટમાં તોફાની પવન વીજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં મેઘરાજા તૂટી પડ્યા :અનેક જગ્યાએ વૃક્ષો અને પોલ ધરાશાયી

ભારે વરસાદથી રસ્તાઓમાં નદીઓ વહી : નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાયા

રાજકોટ : રાજકોટમાં બપોર બાદ મેઘરાજા અનરાધાર વરસ્યા હતા, બપોરે ચાર વાગ્યા બાદ તોફાની પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો, અંદાજે એક કલાક સુધી મેઘરાજા તૂટી પડ્યા હતા, ભારે પવન સાથે ગાજવીજ વરસાદથી શહેરના અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ ધરાશયી થયા હતા, રસ્તાઓમાં નદીઓ વહી ગઈ હતી, નીચલાવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા

(6:12 pm IST)