Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સોનીબજારમાં ટ્રાફિક સમસ્યા અને વાહન ટોઇંગ કરાતા સુવર્ણકારો પરેશાન :સાંજે કરાશે રજૂઆત

આમ આદમી પાર્ટીના નૈમિષ પાટડીયાના નેતૃત્વમાં ટ્રાફિક ડીવાયએસપી સમક્ષ પ્રશ્નને વાચા અપાશે :કોઠારીયા નાકે એકત્ર થઈને ઉચ્ચકક્ષાએ પડઘા પાડશે

રાજકોટ : શહેરની શાન સમી સોનીબજાર છેલ્લા કેટલાય વર્ષોથી ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી રહી છે, બજારની નાની શેરીઓ અને રોડ પર આડેધડ પાર્કિંગ, રેંકડીઓના દબાણ કાયમી માટે માથાના દુખાવારૂપ હતા,અલબત્ત તાજેતરમાં આ સમસ્યાના ઉકેલ માટે થયેલા પ્રયાસો છતાં ટ્રાફિક સમસ્યા બાદ હવે વાહનો ટોઇંગ કરવાની બાબતની સુવર્ણકારો ખફા થયા છે, આ સ્થિતિ વચ્ચે સોમવારે ટ્રાફિક ડીવાયએસપીને પ્રવર્તમાન સ્થિતિથી વાકેફ કરીને સમસ્યાના નિવારણ માટે આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી  નૈમિષભાઈ પાટડીયાના નેતૃત્વમાં રજૂઆત કરવામાં આવશે

 નૈમિષભાઈ પાટડીયા મુજબ  સોમવારના રોજ વારંવાર કારીગરોને તેમજ ગ્રાહકોને  સોની બજારમાં થતી ટ્રાફિક ની સમસ્યા તેમજ વાહનો વારંવાર ટોઈંગ કરીને લઈ જવામાં આવે છે એ સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક ડી વાય એસ પી મલ્હોત્રાને રજુઆત કરવા જવાનું હોય તો બજારના ભાઈયોંને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે

(12:03 am IST)