Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ઘ્‍મયંતીબેન બ્રેઈનડેડ થતાં પરિવાર દ્વારા તેમનાં અંગોનું દાન

રાજકોટ,તા.૪: દમયંતીબેન  ભરતભાઈ સુતરીયા ઉંમર વર્ષ ૫૩ તે અકસ્‍માત નડતા ડોકરટોએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આ કપરા સમયમાં દમયંતીબેનના બંને  પુત્રો કુલદીપભાઈ અને પ્રિન્‍સભાઈએ એમના અંગદાન કરવાની ઈચ્‍છા એમના પિતાશ્રી ભરતભાઈને વ્‍યકત કરી. ભરતભાઈ પોતે પણ ખૂબ સેવાભાવી તુરંત મંજૂરી આપી. એમના પુત્રવધુ કિંજલબેન અને ડેનિશાબેને પણ આ સત્‍કાર્ય કરવામાં કુટુંબીજનોને ખૂબ સહકાર આપ્‍યો.

અંગદાનનું નકકી થતાં જ વોકાર્ડ હોસ્‍પિટલનૌં ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કોર્ડીનેટર ડો.વિશાલ ભાલોડી અને નેફ્રોલોજિસ્‍ટ તથા ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ફિઝિશ્‍યન ડો.દિવ્‍યેશ વિરોજાએ આખી રાતની સખત મહેનત કરી, અંગદાન માટે જરૂરી ટેસ્‍ટ, તૈયારી બ્‍લડસેમ્‍પલ મોકલવાની વ્‍યવસ્‍થા રાજયની સંસ્‍થા SOTTO અને અંગદાન સ્‍વીકારનાર હોસ્‍પિટલનાં ડોકટર્સની ટીમ સાથે સતત સંકલન કરી અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડી.

આ પ્રક્રિયામાં બ્રેઈનડેડ જાહેર કરવા માટે અગત્‍યનું કાર્ય ડોકટર્સની ટીમ ડો.કાંત જોગાણી, ડો.કેતન ચુડાસમા, ડો.ભાવિન ગોર અને ડો.પ્રશાંત મહેતાએ કર્યું. દર્દીને આઈસીયુમાં જાળવી રાખવાનું કાર્ય ડો.જલ્‍પાબેન બોરડ, ડો.મીત ઉનડકટ તથા નર્સિંગ સ્‍ટાફ ભાનુબેન, આરતીબેન, મોનાલીબેન, નેહલભાઈ,  રાહુલભાઈ, આશિકાબેન, કૌશિકભાઈ, સ્‍વાતિબેન, ઉષાબેન, નિમિષાબેન, ભૂમિબેન વગેરેએ ખૂબ જ ખંતથી કર્યું હતું. વોકાર્ડ હોસ્‍પિટલ મેનેજમેન્‍ટ અને અશોક ગોંધિયા મેમોરિયલ ટ્રસ્‍ટનો પણ આ સેવાકીય પ્રવૃતિમાં સંપૂર્ણ સહયોગ રહ્યો હતો.

ઓર્ગન ડોનેશન ફાઉન્‍ડેશન, રાજકોટના સામાજિક કાર્યકર શ્રીમતી ભાવનાબેન મંડલી, શ્રી નીતિનભાઈ ઘાટલીયા, શ્રી મિતલભાઈ ખેતાણીએ દર્દીના સંબંધીને આ કપરા સમયના સાંત્‍વના આપી અને રાજકોટ પોલીસની મદદથી ગ્રીન કોરિડોરની વ્‍યવસ્‍થા કરવામાં યોગદાન આપ્‍યું હતું.

(11:27 am IST)