Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વડીલોપાર્જીત મિલકતને વેચી ખરીદેલ મિલકત પણ વડીલો પાર્જીત ગણાયઃ કોર્ટ

સ્‍થાવર મિલકત સંબંધે થયેલ પાર્ટીશનનો દાવો મંજુર

રાજકોટ તા.૪ વડીલોપાર્જીત મિલકત વેચાણ કરી તે રકમ માથી ખરીદ કરેલ મિલકત પણ વડીલોપાર્જીત મિલકત બને છે. તેમ માની પાટીશનનો દાવો અદાલત મંજૂર કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટમાં રહેતા રોહિતભાઇ કાનજીભાઇ જાગણીએ તેમના માતુશ્રી તથા ભાઇઓ અને ભાઇઓની પત્‍નિ વિરૂધ્‍ધ સ્‍થાવર મિલકતમાંથી હિસ્‍સો અલગ કરી કબજો મળવા તથા વિજ્ઞાપન અને કાયમી મનાઇ હુકમ મળવા રાજકોટ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલો હતો.

વાદી રોહિતભાઇએ દાવામાં એવી હકીકત જણાવેલ કે, ઉપરોકત મકાન તથા પ્‍લોટો ખરીદ કરવામાઁ આવેલ છે તે વારસાઇ મિલકત વેચાણ કરી તેની રકમમાંથી આવી મિલકત ખરીદ કરેલ હોય જેથી આ મિલકતો હિન્‍દુ સંયુકત કુટુંબની મિલકતો છે અને સદર હું મિલકતમાં રોહિતભાઇનો અવિભાજય હિસ્‍સો છે.

સદર હું દાવામાં કોર્ટ મારફત પુરાવાઓ લેવામાં આવેલ અને ત્‍યારબાદ વાદીના વકીલે એવી દલીલ કે જયારે કોઇ પણ વારસાઇ મિલકત વેચી તેની ઉપજેલ રકમમાંૅથી કોઇ મિલકત ખરીદ કરવામાં આવે તો તે મિલકત વારસાઇ હિન્‍દુ સંયુકત કુટુંબની મિલકત બને છે તેમજ માત્ર વારસા સર્ટીફીકેટ મેળવેલ હોવાથી પ્રતિવાદીઓને મિલકત પરત્‍વે ટાઇટલ કે માલીકી હકક મળતા નથી. આ બાબતના નામદાર વડી અદાલતોના ચુકાદાઓ રજુ કરી વાદી તરફે દલીલ કરેલ કોર્ટએ વાદી તરફેની દલીલ માન્‍ય રાખી વાદી રોહિતભાઇ કાનજીભાઇ જાગાણીનો દાવો મંજુર કરેલ છે.

આ કામના વાદીના રોહિતભાઇ કાનજીભાઇ જાગાણીના વકીલ તરફે રાજકોટના વકીલ શ્રી મનોજ એન.ભટ્ટ, નીતીન એમ.જાગાણી, રચિત એમ.અત્રી, આનંદ કે., પઢીયાર તથા દિવ્‍યાબેન ગોસ્‍વામી રોકાયેલ છે.

(3:34 pm IST)