Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

કોઠારીયા ગામ સીતારામ સોસાયટીમાં ખુંટીયાએ ઢીક મારતા વૃધ્‍ધ નરસિંહભાઇને ઇજા

ત્રણ ખુટીયાએ બે બાઇક અને એક ફોર વ્‍હીલમાં પણ નુકશાન કર્યુ

રાજકોટ તા. ૪ :.. કોઠારીયા ગામ સીતારામ સોસાયટીમાં ખુંટીયાએ ઢીક મારતા વૃધ્‍ધને ઇજા થતા તેને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.
મળતી વિગત મુજબ સીતારામ સોસાયટી શેરી નં. ૩ માં રહેતા નરસિંહભાઇ કાનજીભાઇ ભટ્ટી (ઉ.વ.૭ર) ગઇકાલે પોતાના ઘર પાસે ઓટા ઉપર બેઠા હતાં. ત્‍યારે ઝઘડો કરતા ત્રણ ખૂંટીયાઓએ વૃધ્‍ધને ઢીક મારતા તેને ફ્રેકચર જેવી ઇજા થઇ હતી. તેમજ શેરીમાં પાર્ક કરેલા બે ટુ વ્‍હીલર અને એક ફોર વ્‍હીલમાં પણ નુકશાન કર્યુ હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. બાદ વૃધ્‍ધને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.
છકડો રીક્ષામાંથી પડી જતાં યુવાનને ઇજા
આશાપુરા શેરી નં. ૧૪ માં રહેતા કાનાભાઇ ખેંગારાઇ ઝાપડા (ઉ.વ.૩૦) બપોરે છકડો રીક્ષામાં બેસી જતા હતા ત્‍યારે ખોખળદળ ગામ નજીક છકડો રીક્ષાનું ટાયર ફાટતા પડી જતા કાનાભાઇને ઇજા થતા તેને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

 

(4:41 pm IST)