Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાજકોટ ચેમ્‍બરની સફળ રજુઆતઃ RMC ચોકથી આગળ આશાપુરા રોડને વન-વેમાંથી મુકિત

રાજકોટ,તા. ૪ : રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્‍યાને નિવારવા માટે યોગ્‍ય અને સચોટ પગલાઓ લેવામાં આવે છે જે સરાહનિય છે. પરંતુ વેપારીઓ તથા પ્રજાજનોની મુશ્‍કેલીને પણ ઘ્‍યાને લવી તે હિતાવહ છે. ત્‍યારે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા શહેરની ટ્રાફિક સમસ્‍યા હળવી કરવા બાબતે અવાર-નવાર રજુઆતો કરવામાં આવેલ છે. તેમજ થોડા સમય પહેલા જ રાજકોટ ચેમ્‍બર દ્વારા પોલીસ કમિશ્‍નરશ્રી રાજુભાર્ગવ સાહેબ તથા તેમની ટીમ સાથે શહેરની વિવિધ ટ્રાફિક સમસ્‍યા અંગે મિટીંગ યોજવામાં આવેલ હતી.

રાજકોટ ચેમ્‍બર દ્વારા આરએમસી ચોકથી આગળ આશાપુરા રોડ જે સતત ધમધમતો રોડ છે અને દિવસ-રાત ખુબ જ મોટી સંખ્‍યમાં વેપારીઓ અને પ્રજાજનો અવર-જવર કરતા રહે છે અને ત્‍યાં ઘણી હોસ્‍પિટલો પણ આવેલ છે. ત્‍યારે શહેર પોલીસ દ્વારા રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન ચોક થી આશાપુરા રોડ પર જવા માટે કેશુભાઈની આંખની હોસ્‍પીટલ વાળો નાનો કટકો વન-વે કરેલ છે ત્‍યાં આવવા-જવા માટે લોકોને ફરી ફરીને જવું પડે છે અને આ રોડ ઉપર પણ લોકોને ઘણા ઈ-ચલણ ઈશ્‍યું કરવામાં આવેલ છે જે ગેર વ્‍યાજબી જણાતા આ રોડને વન-વે મુકિત આપી વેપારીઓ તથા પ્રજાજનોની મુશ્‍કેલીઓ હળવી બને તે માટે યોગ્‍ય નિર્ણય લેવા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા શહેર પોલીસ કમિશ્‍નરશ્રી રાજુભાર્ગવ સાહેબ સમક્ષ રજુઆત કરવામાં આવેલ હતી. જે રજુઆતનો સ્‍વીકાર કરવામાં આવેલ છે અને આશાપુરા રોડને વન-વેમાંથી મુકિત આપવામાં આવેલ છે. જે બદલ રાજકોટ ચેમ્‍બર શહેર પોલીસ કમિશ્‍નરશ્રી રાજુભાર્ગવ સાહેબ તથા તેમની ટીમનો આભાર વ્‍યકત કરે છે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:07 pm IST)