Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સરપદડ ‘વન વિહાર'માં ઓશો ધ્‍યાન શિબિર

ગુરુપૂર્ણિમાએ એક દિવસીય નિઃશુલ્‍ક આયોજનઃ જીન સ્‍વરૂપ સરસ્‍વતીજી સંચાલન કરશે

રાજકોટ,તા. ૪ : આગામી તારીખ ૧૩/૭/૨૦૨૨ બુધવારના રોજ પડધરી તાલુકાના સરપદડ ગામે મણીલાલ કપુરીયાની વાડી ‘વન વિહાર' ઉપરશ્રી ધર્મેશભાઇ કે. જોશી (કાનાભાઇ) તરફથી તા. ૧૩/૭/૨૦૨૨ બુધવારે ‘ગુરુપૂર્ણિમા'ના દિવસે એક દિવસીય ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરનું સંચાલન સ્‍વામી જીનસ્‍વરૂપ સરસ્‍વતી (આર.જે.આહયા) મો. ૯૪૨૮૨ ૦૨૨૫૫ કરશે. આ શિબિર નિઃશુલ્‍ક રાખવામાં આવેલ છે. જે કોઇ ઓશો સન્‍યાસી પ્રેમીએ આવવું હોય તેઓએ નીચે આપેલ મોબાઇલ નંબર પર જાણ કરવી.

સ્‍વામી જીનસ્‍વરૂપ સરસ્‍વતી (આર.જે.આહયા)એ ઓશો પાસેથી સન્‍યાસ લિધેલ છે. તેઓ ૫૦ વર્ષથી સન્‍યાસી છે. હાલ નિવૃત જીવન ગાળે છે. અને ઓશોના પ્રસાર અને પ્રચારના કાર્યમાં કાર્યરત છે.મણીભાઇની વાડીએ જવા માટે માધાપર સર્કલથી જામનગર રોડ તરફ ૮ કી.મી. દુર ન્‍યારા ગામનું પાટીયુ આવે છે ત્‍યાંથી ૪ કી.મી. દુર ન્‍યારા પછી ખંભાળા આવે છે. ખંભાળા ગામથી જમણી બાજુએ સરપદડ તરફ જવાનો સિંગલ પટી રસ્‍તો આવે છે. આ સિંગલ પટી રસ્‍તા પર આશરે ૬ કી.મી. દુર મણીભાઇની વાડી આવેલ છે.

આ શિબિર સવારે ૯ વાગ્‍યે શરૂ કરીને સાંજે ૬ વાગ્‍યે પૂણે થશે આ શિબિરમાં ઓશોના વિવિધ ધ્‍યાન તેમજ સાધકોના પ્રશ્‍નોના જવાબ આપવામાં આવશે. સાંજે સન્‍યાસ ઉત્‍સવ રાખેલ છે જેને સન્‍યાસ લેવો હોય તેને માળા અને સર્ટીફીકેટ વિનામૂલ્‍યે આપવામાં આવશે.

આ શિબિર નિઃશુલ્‍ક છે. પોતાની વાહનની સગવડ હોય તો આવી શકાય છે. બસમા આવવું ટાઇમમા અનુકુળ નથી. આ શિબિરમાં આવનારે પોતાનું નામ નોંધાવુ જરૂરી છે. નામ નોંધાવા માટે સ્‍વામી જીનસ્‍વરૂપ સરસ્‍વતી (આર.જે.આહયા) મો. ૯૪૨૮૨ ૦૨૨૫૫ છે. આ શિબિરમાં પધારવા ધર્મેશભાઇ કે. જોશી (કાનાભાઇ)નું હાર્દિક આમંત્રણ છે. વધુ વિગત માટે મણીલાલ કપુરીયા મો. ૯૯૯૮૪ ૨૭૮૩૧ તથા જીતુભાઇ ચૌહાણ મો. ૯૯૦૯૩ ૯૯૦૯૪ અથવા ધર્મેશભાઇ જોષી (કાનાભાઇ) મો. ૯૪૨૯૪ ૮૪૨૮૪નો સંપર્ક થઇ શકે છે.

(4:42 pm IST)