Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

આ મહિનામાં મેઘરાજાના રાઉન્‍ડ ચાલુ જ રહેશે

હળવા ઝાપટાથી માંડી મધ્‍યમ કે ભારે કે અતિ ભારે વરસી જશે : ૨૦ જુલાઈ સુધીમાં રાજયના ઘણા બધા ડેમો ઓવરફલો થઈ જાય તેવા ઉજળા સંજોગો

રાજકોટ : છેલ્લા કેટલાક દિવસોથી મેઘાવી માહોલ છવાયો છે. સૌરાષ્‍ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હાલ મેઘરાજાનું જોર વધુ જોવા મળે છે. દરમિયાન આ મહિનો એટલે કે જુલાઈ મહિનામાં સમયાંતરે વરસાદના ઉપરાઉપરી સારા એવા રાઉન્‍ડ આવશે અને ૨૦ જુલાઈ સુધીમાં તો અનેક ડેમો ઓવરફલો થઈ જાય તેવા ઉજળા સંજોગો થયા હોવાનું વેધરની એક ખાનગી સંસ્‍થાએ ‘અકિલા'ને જણાવ્‍યુ છે.

જેમાં વધુમાં જણાવ્‍યુ છે કે, તા. ૪ થી ૨૫ જુલાઈ સુધી અવાર - નવાર ઝાપટા સ્‍વરૂપે તો કયારેક હળવા થી મધ્‍યમ ભારે કે અતિ ભારે વરસાદ પડી શકે છે. સમયાંતરે વરસાદના ઉપરાઉપરી રાઉન્‍ડ આવ્‍યે જ રાખશે. જયારે સિસ્‍ટમ્‍સની મુખ્‍ય અસર હશે ત્‍યારે મધ્‍યમથી ભારે અને અતિ ભારે થી વધુ વરસાદના રાઉન્‍ડ આવશે. રાજયભરમાં વરસાદના રાઉન્‍ડ જોવા મળશે.  આ ઉપરાંત આગામી ૨૦ જુલાઈ સુધીમાં તો રાજયના અનેક ડેમો ઓવરફલો થઈ જાય તેવા સંજોગો ઉભા થયા છે.

(4:19 pm IST)