Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

વોર્ડ નં. ૭ કોંગ્રેસ દ્વારા નવનિયુકત હોદેદારોનો સન્માન કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ શહેર કોંગ્રેસ વોર્ડ નં. ૭ કોંગ્રેસ પરિવાર દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મહામંત્રી તરીકે મહેશભાઇ રાજપુતની નિમણુંક  કરવામાં આવેલ. જે અંતર્ગત સન્માનનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અંજુડીયા, રાજકોટ મહાનગર પાલીકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી, પુર્વ નેતા પ્રવીણભાઇ રાઠોડ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વ સોશ્યલ મીડીયા કો-ઓર્ડીનેટર ભાર્ગવ પઢીયાર રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન હાર્દિપસિંહ પરમાર, પુર્વ કોર્પોરેટર  બહાદુરભાઇ સિંધવ, પ્રવીણભાઇ સોરાણી, વોર્ડ નં. ૭ કોંગ્રેસ પ્રમુખ કેતન જારીયા, કાર્યકારી પ્રમુખ  જીજ્ઞેશ ડોડીયા, પુર્વ વોર્ડ પ્રમુખ શ્રી રણજીતભાઇ રાઠોડ વિગેરે આગેવાન અને કોંગ્રેસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહયા હતા.

(4:21 pm IST)