Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

જિલ્લા પંચાયતનુ સરપંચ અને તલાટી સંમેલન મોકુફ

રાજકોટઃ જિલ્લા પંચાયત દ્વારા તા.૮મીએ નાણાપંચના કામો અને સરકારી યોજનાઓ સંદર્ભે હેમુ ગઢવી હોલમાં સરપંચો , તલાટીઓ અને ચુંટાયેલા સભ્‍યોનું સંમેલન પંચાયતમંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં યોજાનારનું હતું. તે જ દિવસે સુરતમાં ભાજપની પ્રદેશ કારોબારી યોજવાનું નકકી થતા શ્રી મેરજા આવી શકે તેમ ન હોવાથી કાર્યક્રમ મોકુફ રખાયાનું જાણવા મળે છે.

(4:22 pm IST)