Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

મનપા દ્વારા સામાકાંઠે ‘સેવાસેતુ'' કાર્યક્રમ યોજાયોઃ લોકોનો ધસારો

રાજકોટ : મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરેલ છે.  જે અન્‍વયે મહાનગરપાલિકા દ્વારા આજ વોર્ડ નં.૪, ૫, ૬માં રહેતા શહેરીજનોના લાભાર્થે આઠમાં તબકકાના સેવાસેતુનો કાર્યક્રમ સવારે ૯.૦૦ કલાકે શ્રી અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ ખાતે યોજાયો. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મંત્રી અરવિંદભાઈ રૈયાણી હતા.

આ પ્રસંગે સાંસદશ્રી (રાજ્‍યસભા) રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્‍યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, નાયબ મ્‍યુનિ. કમિશનર આશિષકુમાર, વોર્ડ નં. ૪, ૫, ૬ના કોર્પોરેટરશ્રી શ્રીમતિ કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુગશીયા, પરેશભાઈ પીપળીયા, રસીલાબેન સાકરીયા, વજીબેન ગોલતર, હાર્દિકભાઈ ગોહિલ, દિલીપભાઈ લુણાગરીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા, પરેશભાઈ આર. પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, શહેર સંગઠનના હોદ્દેદારો, સીટી એન્‍જી. અઢીયા, સેક્રેટરી ડૉ. રૂપારેલીઆ, આસી. કમિશનર વી. એમ. પ્રજાપતિ, આરોગ્‍ય અધિકારી ડૉ. વંકાણી, નાયબ આરોગ્‍ય અધિકારી ડૉ. રાઠોડ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્‍થિત રહેલ.  

મ્‍યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ ઉપસ્‍થિત સૌ મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત કરેલ તેમજ કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. આ ઉપરાંત વોર્ડ નં. ૪, ૫, ૬ના મહિલા કોર્પોરેટર દ્વારા ઉપસ્‍થિત સૌ મહાનુભાવોને પુસ્‍તક અર્પણ કરી સ્‍વાગત કરેલ. કાર્યક્રમના અંતે નાયબ મ્‍યુનિ. કમિશનર આશિષકુમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

(4:29 pm IST)