Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ભા.જ.પ. સરકારનાં નારી સુરક્ષાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા કોંગ્રેસની રેલી-દેખાવોઃ પ૮ની ધરપકડ

રાજકોટઃ આજે રાજય સરકાર દ્વારા નારી ગૌરવ દિવસ ઉજવાઇ રહ્યો છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં રાજકોટમાં મહિલાઓ અને શહેર કોંગ્રેસનાં આગેવાનોએ નારી ગૌરવ અને નારી સુરક્ષાનાં નામે ભાજપ સરકાર જુઠ્ઠાણા ફેલાવી રહ્યાનાં આક્ષેપો સાથે સરકારનાં આ કાર્યક્રમનો વિરોધ કરવા સુત્રોચ્ચાર-બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા હતા તે વખતે ઉપસ્થિત પોલીસ દ્વારા વિરોધ કરનારા કોંગી આગેવાનોની અટકાયત-ધરપકડ કરી હતી તે વખતની તસ્વીરમાં પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર મહિલા પ્રમુખ મનીષાબા વાળા, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટરો, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા, અર્જુનભાઇ ખાટરિયા, સહિતનાં આગેવાનો દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) 

(3:08 pm IST)