Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

મિરેકલ વુમન્સ હોસ્પિટલનો શુભારંભ

રાજકોટના ૧૫૦ ફુટ રીંગરોડ પર આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ : ૨૫ બેડની હોસ્પિટલ : ઓબ્સ્ટેટ્રીક આઇસીયુ યુનિટ, લેટેસ્ટ ર મોડયુલર ઓપરેશન થીએટર : ૨૪*૭ અવિરત સેવા

રાજકોટ તા. ૪ : શહેરના હાર્ડ સમા ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ સામે 'મિરેકલ વુમન્સ હોસ્પિટલ'નો મંગલ પ્રારંભ થયેલ છે.

જોખમી પ્રસુતી મેનેજમેન્ટ અને પ્રસુતી ઓબ્સ્ટટ્રીક આઇસીયુ વિભાગ ગુજરાતમાં પ્રથમ આ હોસ્પિટલ ખાતે વિકસાવાયો છે. વિશ્વકક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે અત્યાધુનિક સાધનોથી સજજ આ હોસ્પિટલમાં એએચયુ સાથે લેટેસ્ટ ર મોડયુલર ઓપરેશન થીએટર તેમજ ૨૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે.

૩૬૫ દિવસ ૨૪*૭ અવિરત તબીબી સુવિધા મળી શકશે. ૭ હજાર સ્કે.ફુટ કાર્પેટ એરીયામાં તૈયાર થયેલ અદ્યતન ભવનમાં સ્પેશ્યલ, ડીલક્ષ તેમજ સ્યુટ રૂમની સુવિધા, દરેક રૂમમાં સેન્ટ્રલ ઓકસીજન સપ્લાય, બર્થિન્ગ બોલ, બર્થિન્ગ ચેર, સ્ટેપ લેડર અને અલ્ટ્રા મોર્ડન લેબર ટેબલની મદદથી જોખમી પ્રસુતિ પણ સરળ બનશે. એક વિશેષતા એ છે કે હોસ્પિટલમાં જ ફીટલ મેડીસીન સેન્ટર પણ ઉભુ કરાયુ છે. જેમાં સોનોગ્રાફી નિષ્ણાંત દ્વારા જન્મ પહેલા બાળકનું મુલ્યાંકન, દેખરેખ, કાળજી રાખી શકાશે. સાથે લેપ્રોસ્કોપી સેન્ટર પણ કાર્યરત છે.

ડો. કેતન ગોસાઇ, ડો. બકુલ ચોથાણી, ડો. પંકજ કોટડીયા, ડો. ભૌતિક ઝાલાવડીયા, ડો. દર્શન સુરેજા, ડો. રમેશ કછટીયા, ડો. નિલેશ આહીર, ડો. કૈલાશ ઓચવાણી, ડો. હીના માકડીયાની તબીબી સેવા પ્રદાન થશે. 

(3:10 pm IST)