Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

કિસાન મોરચા દ્વારા વૃક્ષારોપણ

રાજકોટઃ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કિસાન મોરચા  દ્વારા સેફરોન પાર્ટી પ્લોટ પાસે, મોટામવા વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ તકે શહેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ભરતભાઈ શીંગાળા, મહામંત્રી રસીકભાઈ પટેલ, યોગેશ ભુવા, પ્રદેશ મંત્રી વિજયભાઈ કોરાટ તેમજ પ્રવીણભાઈ ઠુંમર, પ્રવીણ પાઘડાર, રાજુભાઈ માલધારી, સંજય પીપળીયા, સંજય બોરીચા, હરસુખભાઈ માંકડીયા, સાધાભાઈ સવસેટા, હીરેન મુંગલપરા, પ્રીતેશ ભુવા, ફર્નાન્ડીજ પાડલીયા, શૈલેષ શીંગાળા, અશ્વીનભાઈ લીલા, પ્રવીણ સખીયા, વિજયભાઈ વસોયા, વૈભવ બોરીચા, રાજેશ રાઠોડ તેમજ વોર્ડ નં.૧૧ના કાર્યકર્તાઓ અને મોટામવા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:12 pm IST)