Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ભાજપ કાર્યાલયે ૨૧ વર્ષથી ફરજ બજાવતા ચોકીદાર પી.નલારીયન પંડિતની કામગીરીને બિરદાવતા વિજયભાઇ રૂપાણી

રાજકોટ : રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ૬પમા જન્મદિવસ અંતર્ગત વિજયભાઈ રૂપાણીએ  રાજકોટના શહેર ભાજપના વડામથક શહેર ભાજપ કાર્યાલય ખાતે પધારી કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યુ હતું. ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે છેલ્લા ર૧ વર્ષથી ચોકીદાર તરીકે શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ કાર્યાલય ખાતે ફરજ બજાવી 'મે ભી ચોકીદાર' ને ખરા અર્થમાં સાર્થક કરનાર  પી.નલારીયન પંડિતની કામગીરીને વિજયભાઈ રૂપાણીએ બિરદાવી હતી. પી.નલારીયન પંડિત પાર્ટી દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમો અને સમયાંતરે યોજાતી વિવિધ ચૂંટણીઓમાં ખંત,નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્વક તેની ફરજ બજાવતા આવ્યા છે ત્યારે  તેની ચોકીદાર તરીકેની ઉત્કૃષ્ઠ કામગીરીની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી.મુખ્યમંત્રી સંવેદનશીલ સ્વભાવ ધરાવવાની સાથે ખરા અર્થમાં 'કોમન મેન'  હોવાનું અહીં વધુ એક વખત પુરવાર થયેલ. આ તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ,  ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. 

(3:14 pm IST)